મહારાષ્ટ્ર: બિઝનેસમેનના ઘરે ITના દરોડા, 58 કરોડ રોકડા, 32 કિલો સોનું મળ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/4id8qnyk30iitncc/" left="-10"]

મહારાષ્ટ્ર: બિઝનેસમેનના ઘરે ITના દરોડા, 58 કરોડ રોકડા, 32 કિલો સોનું મળ્યું


મહારાષ્ટ્રના જાલાનામાં આવકવેરા વિભાગે પાડ્યો દરોડા
ઇન્કમટેક્સ વિભાગે 1 થી 8 ઑગસ્ટ વચ્ચે કરી કાર્યવાહી
સવારે 11 થી રાત્રિના 1 વાગ્યા સુધી રોકડની ગણતરી કરાઇ
કેન્દ્રીય તપાસ એજન્સી ED બાદ હવે આવકવેરા વિભાગ પણ એક્શનમાં છે. બંગાળ બાદ મહારાષ્ટ્રમાં પણ આવકવેરા વિભાગના દરોડામાં જંગી રોકડ મળી આવી છે. મહારાષ્ટ્રના જાલનામાં આવકવેરા વિભાગે સ્ટીલ, કાપડ વેપારી અને રિયલ એસ્ટેટ ડેવલપર પર દરોડા પાડ્યા છે, જેમાં વિભાગને મોટી માત્રામાં બેનામી સંપત્તિ મળી આવી છે. આવકવેરા વિભાગે લગભગ 390 કરોડની બેનામી સંપત્તિ જપ્ત કરી છે, જેમાં 58 કરોડ રૂપિયા રોકડા, 32 કિલો સોનું, હીરા અને મોતી અને ઘણી સંપત્તિના કાગળો મળી આવ્યા છે.દરોડામાં મળી આવેલી રોકડની ગણતરી કરવામાં વિભાગને 13 કલાક લાગ્યા હતા. ઈન્કમટેક્સે 1 થી 8 ઓગસ્ટ વચ્ચે આ કાર્યવાહી કરી છે. આવકવેરા વિભાગની નાસિક શાખાએ આ કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીમાં રાજ્યભરમાંથી 260 અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. આઈટી કર્મચારીઓને પાંચ ટીમોમાં વહેંચવામાં આવ્યા હતા અને દરોડામાં 120 થી વધુ વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]