જિલ્લા ગાર્ડન પાસે ઇમિટેશનના કારખાનામાં ભીષણ આગ:લાખોનું નુકશાન - At This Time

જિલ્લા ગાર્ડન પાસે ઇમિટેશનના કારખાનામાં ભીષણ આગ:લાખોનું નુકશાન


રાજકોટમાં 80 ફુટ રોડ જિલ્લા ગાર્ડન પાસે આવેલા સુઝુકી ઇનકોર્પોરેશન નામના ઇમિટેશન ના કારખાનામાં આજે વહેલી સવારે આગ ભભૂક્તા બે ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પાણીનો મારો ચલાવી બે કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.આગથી કારખાનામાં આવેલું ફર્નિચર,રો મટીરીયલ,વાયરીંગ અને સાધનોને બળી જતા લાખોનું નુકસાન થયું હતું. વધુ વિગતો મુજબ જિલ્લા ગાર્ડન પાસે આવેલા સુઝુકી ઇનકોર્પોરેશન નામના ઇમિટેશનના કારખાનામાં આજે વહેલી સવારે છ વાગ્યે આગ લાગવાની જાણ થતા મુખ્ય ફાયર સ્ટેશનના સ્ટાફમાંથી ચીફ ફાયર ઓફિસર ઢેબા,એસટીઓ નડિયાપરા અને અન્ય સ્ટાફ તુરંત ઇમીટેશનના કારખાના પર પહોંચી ગયો હતો.ત્યાં જઈને જોયું તો આ કારખાનામાં ભીષણ આગ લાગી હતી આગ કારખાના ની અંદર ની બાજુ પ્રસરી ગઈ હતી.
જેથી તેમજ દરવાજા પાસે જ નું સબ સ્ટેશન હોવાથી ઇલેક્ટ્રીક શોર્ટ સર્કિટ થવાથી મુખ્ય ફાયર સ્ટેશનથી બેડીપરા ફાયર સ્ટેશન નો સ્ટાફ બોલાવવામાં આવ્યો હતો. આગ બુજાવાની કામગીરી ચાલુ હતી તેમજ આ કારખાનામાં રહેલ મશીનરી તેમજ ઓફિસનું ફર્નિચર,ઇલેક્ટ્રીક વાયર અને સાધનો તેમજ રો મટીરીયલ અને વાયરીંગ બળીને ખાક થઈ ગયું હતું તેમજ કારખાનામાં મોટું નુકસાન થયું હતું.બંને ફાયર સ્ટેશન ના સ્ટાફે બે કલાક સુધી સતત પાણીનો મારો ચલાવી વિકરાળ આગને બુજાવી નાખી હતી. આગને કારણે કારખાનાના ઉપરના માળે રહેલ રો મટીરીયલ હતું.
જે આગના ધુમાડાથી ખરાબ થઈ ગયું હતું તેમજ પતરા ને પણ નુકસાન થયું હતું આગની જાણ સ્થાનિક લોકોને થતા તેઓએ કારખાનાના માલિક સંદીપભાઈ જનાણીને આજે વહેલી સવારે આગની જાણ કરી હતી. કારખાનાના માલિક પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા તેમજ આવતી લાખોનું નુકસાન થયું હોવાનું કારખાનેદારે જણાવ્યું હતું આગ એટલી વિકરાળ હતી કે આજુબાજુના કારખાનાને નુકશાન થાય તે પૂર્વે જ આગ બુઝાવી દીધી હતી.આગમાં ચીફ ફાયર ઓફિસર ઢેબા,એસટીઓ નડિયાપરા,ફાયર સ્ટેશનના કિરીટભાઈ બોઘાણી,જયેશભાઈ ડાકી,અરવિંદભાઈ ધરજીયા,પરેશભાઈ ચૌધરી,બાબુ ચાચિયા,ભાવેશ વદેખણીયા,રસિક કોરિયા,અજયભાઈ મકવાણા અને ડ્રાઇવર ભીખુભાઇ,કિરણભાઈ અને દેવજીભાઈએ આગ બુજવવા જહેમત ઉઠાવી હતી.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.