ધંધુકા શહેર પોલીસનું ફરમાન : દરેક દુકાનો પર CCTV કેમેરા ફરજિયાત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zlnuawnlusajoogw/" left="-10"]

ધંધુકા શહેર પોલીસનું ફરમાન : દરેક દુકાનો પર CCTV કેમેરા ફરજિયાત


અમદાવાદ જીલ્લા ના ધંધુકા શહેર પોલીસનું ફરમાન : દરેક દુકાનો પર CCTV કેમેરા ફરજિયાત.

CCTV ન લાગવાનાર વેપારી પર ગુનો નોંધવાની ચીમકી.

અમદાવાદ જીલ્લા ના ધંધુકા શહેરની બજારોમાં વ્યાપારીક સંકુલો તથા અનેક વેપારીઓની દુકાનો આવેલ છે. ત્યારે ધંધુકા પોલીસે નગરપાલિકાની ગાડી ફેરવી સીસીટીવી કેમેરા લગાવવા માટે જાહેરાત કરી છે. સમગ્ર શહેરમાં ગાડી ફરી હતી અને દુકાનદારોને કલેકટરના જાહેરનામાનો ઉલ્લેખ કરીને તમામ દુકાન ધારકોએ ફરજિયાત આગામી થોડા દિવસોમાં સીસીટીવી લગાવવાનું ફરમાન કર્યુ છે. શહેરમાં અનેક વેપારીઓ છે. જે તમામને પોલીસ દ્વારા ફરજીયાત પણે કેમેરા લગાવવાનુ જણાવવામાં આવ્યુ છે. પોલીસે જાહેરાતમાં જણાવ્યું કે વેપારીઓ પોતાની સુરક્ષાને લઇ દુકાનો પર સીસીટીવી લગાવે આ કેમેરાઓને કારણે ગુનેગારો પર અંકુશ આવશે ક્રાઇમની ઘટનાઓમાં સીસીટીવી ફુટેજ ગુનાનો ભેદ ઉકેલવામાં સહાયરૂપ થતા હોય છે. ત્યારે આગામી થોડા દિવસોમાં દરેક વેપારી ફરજિયાત પણે દુકાનો પર કેમેરા લગાવે તેવુ ફરમાન કરાયુ છે. તો જો આ પ્રમાણે કેમેરા નહીં લગાવે તો તે . દુકાનધારક સામે કાર્યવાહી કરવાની પણ ચીમકી અપાઈ છે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700
+917600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]