બરવાળા શહેરમાં મહાદેવ પાર્ક સોસાયટી દ્વારા નવલા નોરતા નું આયોજન કરવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/4dr4i6ffonz93t33/" left="-10"]

બરવાળા શહેરમાં મહાદેવ પાર્ક સોસાયટી દ્વારા નવલા નોરતા નું આયોજન કરવામાં આવ્યું


ગુજરાતીઓ નો મનપસંદ તહેવાર એટલે કે નવરાત્રી આ દિવસોમાં સમગ્ર રાજ્યભરમાં હિન્દુઓ પરમ્પરાગત માતાજીની આરાધના કરતા હોય છે તો કોઈ માતાજીનાં ઉપવાસ કરતા હોય છે કહેવાય છે કે નવરાત્રીનાં નવ દિવસ માતાજી સ્વરૂપે ચોસઠ જોગણીઓ ગરબે રમવા આવતા હોય જેને લઈ નવરાત્રીનો આ પાવન પર્વ ઠેર ઠેર ઉજવાય છે તો અમુક ભક્તો પાર્ટી પ્લોટમાં તો કાંઈક ભવ્ય આયોજન સાઉન્ડ સિસ્ટમ ઓરકેસ્ટ્રા અને લોકગાયકો સાથે ઉજવાય રહ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક હિન્દુ સંસ્કૃતિ સાથે લોકો તાલ મેલ સાથે રમવાનું વધારે પસંદ કરતા હોય છે માતાજી ના પર્વને જુની પરમ્પરાગત અને હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે ઉજવાય છે પરંતુ હવે સમય જતા જુનવાણી ગરબીઓ ખુબજ ઓછા પ્રમાણમાં જોવા મળે છે પરમ્પરાગત અને હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે સુંદર આયોજન કરવામાં આવ્યું આ સમગ્ર સોસાયટી ના સભ્યો દ્વારા કરવામાં આવેલ અને આ આયોજન નવરાત્રીના નવ દિવસ સુધી સૌપ્રથમ માતાજીની આરતી દીવા ધૂપ કરી શરૂઆત કરવામાં આવે છે ત્યારબાદ આરતી કરી પ્રસાદ આપી સૌને દરરોજ વિવિધ પ્રકારનો નાસ્તો આપવામાં આવે છે તેમજ આ કાર્યક્રમના આયોજક શંભુભાઈ દેસાણી, જીતુભાઈ સોલંકી, કલ્પેશભાઈ પટેલ,બટુકસિંહ ડાભી,મહિપતસિંહ વાલા, મહેન્દ્રસિંહ ભાડલિયા તેમજ સમસ્ત મહાદેવ પાર્ક સોસાયટી દ્વારા સમગ્ર આયોજન વિધિવત રીતે કરવામાં આવે છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]