ભિલોડાના ચાર યુવકોના બુઢેલી નદીમાં ડુબવાથી મોત નિપજતાં ગામમાં ગમગીની ભર્યો માહોલ - At This Time

ભિલોડાના ચાર યુવકોના બુઢેલી નદીમાં ડુબવાથી મોત નિપજતાં ગામમાં ગમગીની ભર્યો માહોલ


અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના શીલાદ્રી ગામ પાસે આવેલી બુઢેલી નદીમાં નાહવા પડેલા ચાર યુવકોનું મોત નીપજતા ગમગીની ભર્યો માહોલ સર્જાયો હતો

વધુ પ્રાપ્ત માહિતી મુજબ શીલાદ્રી ગામના 15 થી 20 વર્ષના ઉંમરના ચાર યુવકો નદીમાં નાહવા પડતાં મોત નીપજતા ગામમાં શોકનું વાતાવરણ છવાયું હતું.
સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા

સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતો તાબડતોબ ઘટના સ્થળે પહોંચી સ્થાનિક તરવૈયાઓની મદદ થી મૃતદેહને બહાર કઢાવી પોસ્ટમોર્ટમ માટે ભિલોડા કોટેજ હોસ્પિટલમાં મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

મરનાર યુવકોમાં (૧) અસારી પ્રિતેશભાઈ પોપટભાઈ (૨) અસારી રામેશ્વર અશોકભાઈ (૩) અસારી દિલખુશ વિપુલભાઈ (૪) બાંગા કલ્પેશ અર્જુનભાઈ મરનાર તમામ ચાર યુવકોની ઉંમર 15 થી 20 વર્ષની હતી તમામ શીલા ગામના રહીશ હતા

જીતેન્દ્ર ભાટીયા, 99429180079
મોડાસા,અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon