પંડિત દિનદયાળ પ્રાથમિક સ્કૂલ નંબર ઍક માં નવરાત્રી પર્વ ની ઉજવણી કરવામાં આવી - At This Time

પંડિત દિનદયાળ પ્રાથમિક સ્કૂલ નંબર ઍક માં નવરાત્રી પર્વ ની ઉજવણી કરવામાં આવી


આજરોજ માં આદ્યશકિત ની આરાધના ના મહાપર્વ નવલાં નોરતાં અંતર્ગત નવરાત્રી પર્વ ની ઉજવણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,બોટાદ સંચાલિત પંડિત દીન દયાળ પ્રાથમિક શાળા નંબર-૧,બોટાદ મા કરવામાં આવી. ધોરણ વાઈઝ સ્પર્ધા બેસ્ટ ખેલૈયા , ટ્રેડીશનલ પોષાક સ્પર્ધા માં ભાગ લેનાર તેમજ 30 વિજેતાઓ ને શાળા પરિવાર તરફથી ઇનામો આપીને પ્રોત્સાહિત કરેલ.તેમજ ગરમાગરમ લાઈવ જલેબી- ચોળાફળીનો નાસ્તો શાળા પરિવાર તરફથી પ્રસાદીરૂપે બાળકોને વિતરણ કરવામાં આવ્યો .

વિદ્યાર્થીઓના ચેહરા પરનો આનંદ સદાય નવીન કાર્ય નવા ઉત્સાહ સાથે કરવાંમાં પ્રોત્સાહનરૂપ બને છે..
સૌનો આભાર..... નિર્ણાયક તરીકે શાળાની સમગ્ર ટીમ દ્રારા સેવા બજાવેલ ,તેમજ સમગ્ર વ્યવસ્થા રાજેશભાઈ મોરડીયા દ્વારા સંચાલન કરવામાં આવેલ. સર્વેને શુભેચ્છાઓ

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon