ચેતન વાર્તા - At This Time

ચેતન વાર્તા


ચેતન વાર્તા
લેખિકા દેસાઈ માનસી શાસ્ત્રી અનેરી
ઢળતી ઉંમર ના ઉંબરે ઉભેલા ચેતન ના મન માં આજે આનંદ હતો કે એના ભાગ્ય માં ટીના નામ નું ફૂલ બહુ નસીબ. થી આવ્યું છે સૂરજ ને ડૂબતા જોય ને ચેતન એ ટીના ને બૂમ પાડી અલી ટીનું લાય ને ચા ટીના હસતા હસતા હાથ માં ચા ની ટ્રે લય ને આવતા બોલી હાહા ચેતન લાવી લો ચા
આ ચા હું છેલ્લા બેતાલીસ વર્ષ થી આપુ છું તોય અધીરા શા માટે ?
ના લી અધીરો તો ની પણ એક ક્ષણ પણ તું જો મોડી આવે મારી બાજુ માં તો ચેન જ ન પડે શું કરું ?
ચેતન તમે તો ભગવાન છો મારા એ ઘડી અને આજ ની ઘડી તમે મારો સાથ છોડ્યો જ નહિ બાકી આજ ના સમય માં કોઢ થયેલ વ્યક્તિ ને લોકો જોતા નથી ,અડતા નથી , બોલતા નથી ત્યાં તમે મને અપનાવી

મને યાદ છે કાચો ચાંદલો થયો એજ સાંજે મારા શરીર ઉપ્પર સફેદ ટપકું શું પડ્યું મારું જીવન જ પલટાય ગયું તમને તમારા માં બાપ એ અધક વાર સમજાવ્યા મને છોડવા કહ્યું તોય તમે તમારું નામ , સાથ , પ્રેમ , મારી પાસે થી ના છોડ્યું સમાજ , પરિવાર. છોડ્યા પણ મને , મને ની છોડી હું હમ્મેશ ઋણી રહીશ તમારી

અરે ગાંડી લગ્ન નો અર્થ જ તો આં સાથ , સહકાર , પ્રેમ કહેવાય આં સમાજ ,મારા માં બાપ ખોટા હતા જે મને ખોટી સિખ આપતા હતા તું માન કે આં ઘટના મારી જોડે બની હોત તો તું. મને છોડી દેત? ટીના હાથ પકડતા બોલી નારે. ના આમ જ કરવાનું હોય તો લગ્ન જ કોણ કરે ? બસ તો ટીનું ચૂપચાપ ચા ગટકાય અને સૂરજ ને ડૂબતો જોવા દે મને
#ગુજરાતી #વાર્તા #ગુજરાતીવાર્તા
#Varta
#અનેરી #Aneri

9974655756


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.