જસદણના આટકોટમાં લોખંડની પ્લેટોની ચોરી

જસદણના આટકોટમાં લોખંડની પ્લેટોની ચોરી


જસદણના આટકોટમાં લોખંડની પ્લેટોની ચોરી

જસદણના આટકોટમાં ભાવનગર હાઇવે કૈલાસનગર પોલીસ ક્‍વાર્ટર સામે બનતી દુકાનમાં થી તસ્‍કરો ૧ લાખની લોખંડની પ્‍લેટો ચોરી કરી ગયા હતા.
આટકોટમાં પોલીસ ક્‍વાર્ટર સામે નવી બનતી દુકાનમાં  સલેબની કામગીરી પુરી થયાં બાદ રાત્રે તસ્‍કરો ત્રાટકયા  હતા અને સો પ્‍લેટ ની  ચોરી કરી ગયા હતાં. કોન્‍ટ્રાક્‍ટર લાલજીભાઈ એ જણાવ્‍યું હતું કે અમારે દુકાનના સ્‍લેપની કામગીરી પૂરી થયા બાદ  ૪૦૦ પ્‍લેટ અહીં પડી હતી જે અમે સવારે ભરી જવાના હતા પણ રાત્રિના સમયે તસ્‍કરો આ દુકાનમાંથી ૧૨૫ જેટલી પ્‍લેટો ચોરી ગયા છેઅંદાજે એક લાખની થાય છે.
વીરનગર માં બે મીલ માં ચોરી બનાવ બન્‍યો હતો જેના તસ્‍કરો હજુ હાથ આવ્‍યા નથી ત્‍યારે કૈલાસનગર વિસ્‍તારમાં ફરી એકવાર પ્‍લેટ ચોરી કરી ગયા છે. આ પહેલા પણ રાધે નગર પાસે નવી સોસાયટીમાં પણ નવા બનતા બે મકાનમાં પણ પ્‍લેટ ચોરી કરી ગયા હતા તેની ફરીયાદ પણ નોંધાય નથી.
તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »