ભારતીય મૂળના 4 લોકોનું અપહરણ થયું

ભારતીય મૂળના 4 લોકોનું અપહરણ થયું


અમેરિકાના કેલિફોર્નિયા (California)માં ભારતીય મૂળના 4 લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે. અપહરણ કરવામાં આવેલ લોકોમાં 8 મહિનાની બાળકી પણ સામેલ છે. આ ઘટના સોમવારે કેલિફોર્નિયાના મર્સિડ કાઉન્ટીમાં બની હતી. કાઉન્ટીના શેરિફ ઓફિસ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અપહરણ કરાયેલા લોકોમાં જસદીપ સિંહ (36), તેમની પત્ની જસલીન કૌર (27), તેમની આઠ મહિનાની પુત્રી આરુહી ધેરી અને 39 વર્ષીય વ્યક્તિ અમનદીપ સિંહ સામેલ છે.

પોલીસનું કહેવું છે કે, આ ચારેય લોકોને સાઉથ હાઈવે 59 પરથી ઉઠાવી લેવામાં આવ્યા હતા. પોલીસે કહ્યું કે શંકાસ્પદ અપહરણકર્તા ખતરનાક અને સશસ્ત્ર છે. આ ઘટના અંગે વધુ વિગત બહાર નથી આવી કારણ કે, તપાસ હજુ પ્રારંભિક તબક્કામાં છે.

અપહરણકર્તાનો હજુ સુધી ખુલાસો નથી થયો અને અપહરણ પાછળનો હેતુ પણ સામે નથી આવ્યો. શેરિફ ઓફિસ તરફથી સોમવારે જારી કરાયેલા નિવેદનમાં સામાન્ય જનતાને અપીલ કરવામાં આવી છે કે, તેઓ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિના સંપર્કમાં આવવાથી બચે.

વર્ષ 2019માં ભારતીય મૂળનો એક ટેક્નીશિયન તુષાર અત્રે પોતાની પ્રેમિકાની ગાડીમાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. અમેરિકીમાં એક ડિજિટલ માર્કેટિંગ કંપનનીનો માલિકે તેનું પોતાના જ ઘરમાંથી અપહરણ કરી લીધુ હતું. અપહરણના થોડા જ કલાકોની અંદર તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »