શું છે જસદણનો વિકાસ ? જસદણ વિકાસની દ્રષ્ટિએ કેટલું પાછળ ? - At This Time

શું છે જસદણનો વિકાસ ? જસદણ વિકાસની દ્રષ્ટિએ કેટલું પાછળ ?


શું છે જસદણનો વિકાસ ? જસદણ વિકાસની દ્રષ્ટિએ કેટલું પાછળ ?

ગુજરાત સરકાર ગુજરાતના ખૂણે ખૂણે રોડ રસ્તાઓ 24 કલાક વીજળી તેમજ ગુજરાતના દરેક ખૂણે ખૂણે પીવાનું મીઠું પાણી પહોંચે તેના માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટો હાલ ફાળવી રહી છે ત્યારે તસવીરમાં જોતા લાગતું નથી કે ગુજરાત સરકારે ફાળવેલી ગ્રાન્ટ જસદણ સુધી પહોંચી હોય અથવા તો જસદણમાં આવેલ ગ્રાન્ટ પૂરતા પ્રમાણમાં ફાળવેલ ન હોય અથવા તો એમ કહી શકાય કે રોડ રસ્તા બનતી વખતે તંત્રની કે અધિકારીઓની બેદરકારી હોય. ત્યારે જસદણ ખાનપર રોડ હાલ હમણાં જ નવો બનાવેલ હોય ત્યારે આ ગટરનું ઢાંકણું ઘણા સમયથી તસવીરમાં દેખાય છે તે મુજબ છે ત્યારે આ રોડ ઉપર આખો દિવસ દરમિયાન હજારો વાહનો પસાર થતા હોય છે જ્યારે આ ગટરનું ઢાંકણા ને લીધે જો ગંભીર અકસ્માત થશે અથવા તો અકસ્માતમાં કોઈનો જીવ જશે તો તેનું જવાબદાર કોણ જેવા અનેક પ્રશ્નો આ ગટરનો ઢાંકણું તેમ જ જસદણનો વિકાસ કેટલા અંશે થઈ રહ્યો છે તે તસવીરમાં તમે જોઈ શકો છો. ખાનપર રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર તેમજ બાયપાસ હાઈવે ને જોડતો મેઇન રસ્તો કહેવાય ત્યારે આ રોડ ઉપર હાલ સાઈડમાં ગટરનું પણ કામકાજ ચાલુ છે ત્યારે વહેલી તકે આ ગટરના ઢાંકણા નું સમારકામ કરવામાં આવે તેવી આસપાસ વિસ્તારના લોકોની તંત્ર પાસે માંગ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.