જસદણ શહેરમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયમાં કાયદાકીય માર્ગદર્શનનું આયોજન કરવામાં આવેલ - At This Time

જસદણ શહેરમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયમાં કાયદાકીય માર્ગદર્શનનું આયોજન કરવામાં આવેલ


જસદણ શહેરમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયમાં કાયદાકીય માર્ગદર્શનનું આયોજન કરવામાં આવેલ
રાજકોટ જિલ્લાના જસદણ શહેર ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે બહેનો માટે કાયદાકીય કાનૂની માર્ગદર્શન તેમજ હ્યુમન રાઇટ્સ અને મહિલા અને બાળ વિકાસ સંગઠન સંસ્થાની માહિતી આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં જસદણ શહેરના યુવા એડવોકેટ અને જસદણ ન્યાયાલયના લીગલ વિભાગના પેનલ એડવોકેટ અને પોલીસ સમન્વયના લીગલ એડવાઈઝર પ્રકાશ પ્રજાપતી દ્વારા માહિતી - માર્ગદર્શન આપવામાં આવેલ અને આ સંસ્થાના સંચાલક ભાવનાદીદી તેમજ બહેનો દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નોના જવાબો પણ આપવામાં આવેલ.આ ઉપરાંત કાયદાકીય કાનૂની માહિતી - માર્ગદર્શન માટે મો - ૯૮૨૪૨ ૨૧૪૪૬ પર સંપર્ક કરવા એડવોકેટ પ્રકાશ પ્રજાપતી એ તેમની યાદીમાં જણાવેલ છે.
રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.