રાજકોટમાં કૂવામાં પડી ગયેલા ઘંટેશ્વરના યુવકને ફાયર બ્રિગેડે 20 મિનિટની મહેનત બાદ દોરડા વડે બહાર કાઢ્યો - At This Time

રાજકોટમાં કૂવામાં પડી ગયેલા ઘંટેશ્વરના યુવકને ફાયર બ્રિગેડે 20 મિનિટની મહેનત બાદ દોરડા વડે બહાર કાઢ્યો


ફાયર બ્રિગેડ સમક્ષ ચક્કર આવતા કુવામાં પડી ગયાનું યુવકનું રટણ

રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં મેરી ગોલ્ડ એપાર્ટમેન્ટ નજીક એક યુવાન કૂવામાં પડી જતાં ત્યાંથી પસાર થતા રેલ્‍વે કર્મચારીએ કેબલ, દોરડાની મદદથી તેને બહાર કાઢવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં સફળતાં ન મળતાં ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમે 20 મિનિટમાં યુવક રેસ્‍કયુ કરીને તેને બચાવી લીધો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.