મિત્રના ઝઘડામાં વચ્ચે પડતા ‘રોહિત’ પર બે શખ્સનો હુમલો - At This Time

મિત્રના ઝઘડામાં વચ્ચે પડતા ‘રોહિત’ પર બે શખ્સનો હુમલો


પીડીએમ પાછળ લોધેશ્વર પાસે મિત્ર સાથે ઝઘડી રહેલા શખ્સોને ટપારતા રોહિત પર બે શખ્સોએ ઢીકા પાટુનો માર મારતા સારવારમાં અત્રેની સીવીલે ખસેડાયા હતા. બનાવની વધુ વિગત અનુસાર મવડી રોડ પર નવલનગર-9માં રહેતા રોહિતભાઇ પરેશભાઇ કતીરા (ઉ.વ.23) ગત રોજ પીડીએમ કોલેજ પાછળ લોધેશ્વર ચોકમાં મિત્ર આકાશ સાથે ઉભા હતા ત્યારે ધસી આવેલા અજાણ્યા શખ્સોએ આકાશ સાથે ઝઘડો કરતા હતા
જેમને સમજાવવા જતા રોહિત પર બે શખ્સો ઢીકા પાટુનો માર માર્યો હતો. જેમાં શરીરે ગંભીર ઇજા પહોંચતા સારવારમાં અત્રેની સીવીલ હોસ્પિટલે ખસેડાવામાં આવ્યા હતા. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે માલવિયાનગર પોલીસને જાણ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.