વાવડીમાં બંધ ફ્લેટના તાળા તોડી રોકડ અને લેપટોપ ઉઠાવી જતાં તસ્કરો - At This Time

વાવડીમાં બંધ ફ્લેટના તાળા તોડી રોકડ અને લેપટોપ ઉઠાવી જતાં તસ્કરો


રાધેશ્યામ ગૌશાળા પાસે વ્રજલીલા એપાર્ટમેન્ટમાં તસ્કરોએ ત્રાટકી ફ્લેટના તાળા તોડી રોકડ અને લેપટોપ મળી રૂ.44500 ની મતાની ચોરી કરી નાસી છૂટતાં તાલુકા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તપાસ આદરી હતી. બનાવ અંગે વાવડીમાં રાધેશ્યામ ગૌશાળા પાસે વ્રજલીલા એપાર્ટમેન્ટમાં સી/102 માં રહેતાં દિવ્યેશભાઈ ઉકાભાઈ ડોડીયા (ઉ.વ.27) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે મેટોડા જી.આઈ.ડી.સી.મા ગેટ નં.1 મા પ્લોટ નં.2646 મા ક્રાતીગેટ મેઇન રોડ ઉપર કારખાનામા નોકરી કરે છે.
ગઈ તા.10/04/2024 ના સાંજના આસરે પાંચેક વાગ્યે તેમની પત્નિ કાજલબેન અને તેના પિતા એમ અમો અમારા વતન વેરાવળના હસનાવદર ગામે તેના સાળાના લગ્નમાં ગયેલ હતાં. ગઈકાલે સવારના પાડોશી ગૌતમભાઈ ગોસ્વામીએ ફોનથી જાણ કરેલ કે, તમારા ફ્લેટના દરવાજે લાગડેલ તાળુ તુટેલ હાલતમાં પડેલ છે અને અંદર જોતા ઘરનો સામાન વેરવીખેર પડેલ છે અને ચોરી થયેલ હોય તેમ લાગે છે.
જેથી તેઓ ઘરે દોડી આવી ઘરના લાકડાના દરવાજે જોતા નકુચો કાપેલ તાળુ નીચે પડેલ હતુ અને ઘરની અંદર ઘરનો સામાન વેરવીખેર હાલતમા પડેલ હતો.તેમજ તેમનું પત્નિનુ ફ્રીઝ ઉપર રાખેલ પાકીટ રોકડા રૂ. 8500 રાખેલ હતાં અને કબાટમા રાખેલ એક મોબાઇલ રૂ.6 હજાર અને રૂમમાં ટીપોઇ ઉપર રાખેલ લેપટોપ રૂ.30 હજાર મળી કુલ રૂ.44500 નો મુદ્દામાલ કોઈ અજાણ્યો તસ્કર ઘરમાં ઘુસી ચોરી કરી નાસી છૂટ્યો હતો.
બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તસ્કરની શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.