મેંદરડા સરકારી હોસ્પિટલ ખાતે ટીબી યુનિટ માં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવેલ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/3fbjwmpt5m6buguw/" left="-10"]

મેંદરડા સરકારી હોસ્પિટલ ખાતે ટીબી યુનિટ માં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવેલ


મેંદરડા ખાતે વિશ્વ ક્ષય દિવસ ઉજવાયો 
છેલ્લા ત્રણ વર્ષમાં 3300 જેટલા દર્દીઓ જૂનાગઢ જિલ્લામાં નોંધાયા જેમાં 90% દર્દીઓ સાજા થયા 24 માર્ચ વિશ્વ ટીવી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે  છે આ તકે કે મેંદરડા ટીબી યુનિટ સરકારી હોસ્પિટલ મેંદરડામાં પણ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવેલી એક સમયે લોકોમાં ટીબીને લઈને જીવલેણ રોગની માન્યતા હતી જોકે ટીબીની સારવાર હવે શક્ય છે અને મોટાભાગે ટીબીની બીમારીથી મુક્ત થઈ શકાય છે

            જુનાગઢ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં 3300 જેટલા ટીબીના દર્દીઓ નોંધાયા હતા હાલમાં અધ્યતન સાધનો વડે ટીબીના દર્દીઓની સારવાર થતી હોય છે નોંધાયેલ દર્દી પૈકી 90 ટકા દર્દીઓ ટીબીની બીમારીથી મુક્ત થઈ જાય છે ટીબી ના કારણે મૃત્યુ પામનાર દર્દીઓની ટકાવારી ત્રણથી ચાર ટકા છે છ ટકા દર્દીઓ કોઈપણ કારણોસર ટીબી ની દવા મૂકી દેતા હોય છે જુનાગઢ જિલ્લાના ક્ષય અધિકારી  ડો.ચંદ્રેશ વ્યાસ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો.પૂજાબેન પ્રિયદર્શની ના માર્ગદર્શન અને ટીબી તાલુકા સુપરવાઇઝર દીપક બલદાણીયા ના અથાગ પ્રયત્નો થી મેંદરડા તાલુકા ની 43 ગ્રામ પંચાયત માંથી 25 ગ્રામ પંચાયત એટલે કે 25 ગામ ટીબી મુક્ત ગામ બન્યા છે માનનીય વડાપ્રધાન  નરેન્દ્ર મોદી નુ સપનું છે કે 2025 સુધીમાં મારુ ગામ ટીબી મુક્ત ગામ મારી ગ્રામ પંચાયત ટીબી મુક્ત ગ્રામ પંચાયત સપનાને સાકાર કરવા મેંદરડા તાલુકા ની હેલ્થ ટીમ કામ કરી રહી છે ટીબીના દર્દીઓને મફત નિદાન મફત સારવાર ની સાથે સાથે સારો ખોરાક લઇ શકે એ માટે નિક્ષય પોષણ યોજના અંતર્ગત દર માસે 500 રૂપિયા દર્દીઓના બેન્ક એકાઉન્ટમાં આપવામાં આવે છે તેમની સાથે સાથે દર્દીઓને સામાજિક સંધિયારો મળી રહે દર્દીઓની નૈતિક હિંમત વધે એ માટે ટીબીના તાલુકા સુપરવાઇઝર દીપકભાઈ બલદાણીયા ની સેવાભાવી સંસ્થા એટલે શ્રી નચિકેતા એજ્યુકેશન ટ્રસ્ટ મેંદરડા દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ  બ્લડ ડોનેશન કેમ્પ શ્રી ક્રિષ્ના ડાયગ્નોસ્ટિક લેબોરેટરી દ્વારા વિવિધ રોગના નિદાન કેમ્પ. પછાત વર્ગના બાળકોને શિક્ષણ સહાયક કીટ 21 દીકરીઓને દતક લઈ મફત શિક્ષણ સહાય આપવામાં આવે છે તેમની સાથે સાથે મેંદરડા તાલુકામાં એક વર્ષના 70 થી 80 દર્દીઓ ટીબી ની સારવાર ઉપર મુકાતા હોય છે જેમને છ માસની સારવાર દરમિયાન એક એક દર્દીને છ માસ સુધી સારો પ્રોટીનયુક્ત ખોરાક મળી રહે એ માટે ન્યુટ્રીશન કીટ પણ આપવામાં આવે છે શ્રી નચિકેતા એજ્યુકેશન ટ્રસ્ટ શ્રી નિજાનંદ સ્કૂલના માધ્યમથી આ સેવાકીય પ્રવૃત્તિ છેલ્લા દસ વર્ષથી કરવામાં આવે છે શ્રી નચિકેતા એજ્યુકેશન ટ્રસ્ટ મેંદરડા ની આ સેવા કીય પ્રવૃત્તિનો લાભ દસ વર્ષની અંદર 700 થી 800 દર્દીઓને લાભ મળેલો છે ટીબી રોગથી ગભરાવાની જરૂર નથી સમયસરની સારવાર ટીબી નો પૂર્ણ કોર્સ કરવાથી ટીબી સો ટકા મટી શકે છે

                    આ લક્ષણો જણાય તો દરેક સરકારી હોસ્પિટલમાં ટીબી નું નિદાન કરાવો જો કોઈપણ વ્યક્તિને બે અઠવાડિયા કરતા વધુ સમયથી તાવ આવતો હોય બે અઠવાડિયા કરતા વધુ સમયથી કફ આવતો હોય વજન સતત ઘટતું હોય રાત્રિના સમયે ઝીણો ઝીણો તાવ આવતો હોય કફમાં લોહી પડતું હોય તો ટીબીનું નિદાન અવશ્ય કરાવો ટીબી નું નિદાન સંપૂર્ણ નિશુલ્ક છે દરેક સરકારી હોસ્પિટલમાં અધતન  મશીનો દ્વારા  કરવામાં આવે છે

 ટીબી જણાય તો આ કાળજી લેવી....

 ફલૂ ની સિઝનમાં માસ્ક પહેરવું

 ટીબી ના લક્ષણ જણાય તો નજીકના હેલ્થ સેન્ટરમાં બે કફની તપાસ કરાવવી પોષણ સમ ખોરાક લેવો તમાકુ અને ધુમ્રપાન બંધ કરવું...

 ચાલો સૌ સાથે મળી મારુ ભારત ટીવી મુક્ત ભારત મારુ ગુજરાત ટીબી મુક્ત ગુજરાત મારો જુનાગઢ જીલ્લો ટીબી મુક્ત જુનાગઢ જિલ્લો મારો તાલુકો ટીબી મુક્ત તાલુકો મારુ ગામ ટીબી મુક્ત ગામ  24 માર્ચ એટલે વિશ્વ ક્ષય દિવસના દિવસે આ સપનાને સાકાર કરીએ..

   રીપોર્ટીંગ -કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]