પંચમહાલ જિલ્લામાં આર.બી. એસ.કે- નેશનલ બર્થ ડિફેકટ અવેરનેસ અંતર્ગત,માર્ચ - ૨૦૨૪ની ઉજવણી - At This Time

પંચમહાલ જિલ્લામાં આર.બી. એસ.કે- નેશનલ બર્થ ડિફેકટ અવેરનેસ અંતર્ગત,માર્ચ – ૨૦૨૪ની ઉજવણી


પંચમહાલ જિલ્લામાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. મહેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પ્રા.આ.કેન્દ્રો પર આશા મિટિંગ અને ગોધરા ડી.ઈ.આઈ.સી સેન્ટર તથા નર્સિંગ સ્કુલ ખાતે આર.બી.એસ.કે ટીમ દ્વારા નેશનલ બર્થ ડિફેકટ અવેરનેસ અંતર્ગત કાર્યક્રમ યોજાયા હતા.

જે અંતર્ગત બાળકોમાં જન્મજાત ખામીઓનું પ્રમાણ ઘટાડી શકાય અને જન્મજાત ખામીનું ત્વરિત તપાસણી કરી સારવાર થકી બાળકો તંદુરસ્ત જીવન જીવી શકે તે હેતુસર આજે જન્મજાત ખામી Cleft Lip (કપાયેલ હોઠ ) અને Cleft Palate (કપાયેલ તાળવું) વિષય પર ખામી થવાના કારણો , આરોગ્ય શિક્ષણ,નિઃશુલ્ક સારવાર અને ખામી અટકાવી શકાય તેના ઉપાયો વિશે માહીતી અને માર્ગદર્શન આપવામા આવ્યુ હતું.

ચાલુ માસમાં બર્થ ડીફેક્ટ અવેરનેસ ઉજવણી અંતર્ગત DEIC (ડિસ્ટ્રિક્ટ અર્લિ ઇન્ટરવેંશન સેન્ટર) ખાતે આર.બી.એસ.કે ટીમ દ્વારા પોસ્ટર પ્રેઝન્ટેશન સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું.

બ્યુરોચીફ, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.