મહિલા દિવસ ની ઉજવણી - At This Time

મહિલા દિવસ ની ઉજવણી


મહિલા દિવસ ની ઉજવણી

ગ્રુપ - અંજાર જાયન્ટ્સ ટીચર ગ્રુપ

આજરોજ તારીખ 7/03/24 દિન ગુરૂવાર મહિલા દિવસ નિમિતે બે પ્રોજેક્ટ અંજાર માં જુદી જુદી જગ્યાએ કરવામાં આવ્યા
પ્રોજેક્ટ - 1 માં મહિલાઓ ના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને એમ એસ બી શાળા નંબર ત્રણ , બસ સ્ટેન્ડ ની પાસે અંજાર માં વિદ્યાર્થીઓ માટે ધ્યાન શિવીર નો આયોજન કરવામાં આવ્યું
જેમાં ગુરુમાં બીનાબેન જોષી એ બધાને ધ્યાન નું જીવનમાં શું મહત્વ છે તેમની જાણકારી આપી અને તેમના વિભિન્ન સવાલો ના જવાબ આપ્યા અને તેમના અનુભવ પૂછયું

બીના બેન ટાંક પોતા નુ અનુભવ બધા ને જણાવ્યા.
શાળાના આચાર્ય શ્રી અમરાભાઇ રબારી તેમજ સમગ્ર સ્ટાફે સારો સહકાર આપ્યો
સમગ્ર શિબિર નું આયોજન કામિની ધોળકિયા એ કર્યું
ગ્રુપ પ્રેસિડેન્ટ બંદુ રીટા સી પોતાની હાજરી આપી

લાભાર્થી - આ શિબિર માં 170 જેટલા વિધાર્થીઓ લાભ લીધો
U D શોભનાબેન વ્યાસ એ પોતાની શુભેચ્છા આપી

પ્રોજેક્ટ નંબર - 2 માં અંજાર નગરપાલિકાના બગીચામાં મહિલા સફાઈ કામદારો ને પુષ્પ અને મિષ્ટાન આપી તેમને સન્માન આપવામાં આવ્યું

સ્પોન્સર - ગ્રુપના તમામ સભ્ય


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.