જસદણમાં ભાદર નદીનો પુલ લટકી રહ્યો : આંધળું તંત્ર ધોર નિંદ્રામાં - At This Time

જસદણમાં ભાદર નદીનો પુલ લટકી રહ્યો : આંધળું તંત્ર ધોર નિંદ્રામાં


જસદણમાં ભાદર નદીનો પુલ લટકી રહ્યો : આંધળું તંત્ર ધોર નિંદ્રામાં

જસદણ બાયપાસ રોડ પર આવેલ ભાદર નદીના પુલની હાલત અત્યંત ગંભીર હાલતમાં છે અને ખાડાઓ પડતા લોખંડના સરિયા દેખાયા રહ્યા છે, આ પુલ ગંભીર દુર્ઘટના સર્જી શકે છે.વરસાદના લીધે ધોવાયેલા પુલ પરથી રોજે હજારો વાહનોની અવરજવર છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે અને આ પુલ 1998 માં બનેલો છે અને બન્યા બાદ આ પુલને એક પણ વાર રીપેરીંગ નથી કરવામાં આવ્યો સરકારી અધિકારીઓને સરકારી વાહનો લઈને અમદાવાદ કે ગાંધીનગર જવું હોય તો આ પુલ પરથી પસાર થઈને જવું પડતું હોય છે પરંતુ અધિકારીઓને કાળા કામ કરીને અને આ જર્જરી પુલ દેખાતો જ નથી આ પૂલને બનાવ્યો તેના ૨૦ વર્ષ થઈ ચૂક્યા છે. આ પુલ જસદણ-અમદાવાદ હાઈ-વે રોડને જોડતો મુખ્ય પુલ હોવાથી દરરોજ હજારો નાના-મોટા વાહનોની અવરજવર થયા કરે છે. છતાં આ જોખમી પુલ પરથી વાહન વ્યવહાર ચાલુ રાખી તંત્ર બીજી દુર્ઘટનાને નોતરી રહ્યા હોય તેવા ઘાટ જોવા મળી રહ્યા છે. આ પુલ ખુબ જૂનો હોવાથી જ્યારે પણ આ પુલમાં ગાબડાઓ પડે છે ત્યારે તંત્ર દ્વારા તેની યોગ્ય મરામત કરવાના બદલે દર વખતે થિંગડા મારી ગાબડાઓ બુરી કામ કરી નાખતા હોય છે, હાલા આ પુલ આ આંધળું તંત્ર ક્યારે રીપેરીંગ થશે તે જોવાનું રહ્યું ?

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.