કેશોદ ખાતે આરોગ્ય વિભાગનાં આશાવર્કર બહેનોનું આશા સંમેલન મળ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/2xkygtromwzpoogi/" left="-10"]

કેશોદ ખાતે આરોગ્ય વિભાગનાં આશાવર્કર બહેનોનું આશા સંમેલન મળ્યું


કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સૌ નાગરિકો ની આરોગ્યલક્ષી સેવાઓ છેવાડાના માનવીને મળી રહે તે હેતુથી કાર્યરત છે ત્યારે કેશોદ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા આશાવર્કર બહેનો નું આશા સંમેલન યોજવામાં આવ્યું હતું. આશાબહેન એ આરોગ્યની કામગીરી માટે સેતુરૂપ છે. તેઓ ગ્રામ્ય અને શહેરી કક્ષાએ લોકોને આરોગ્યની સુવિધાઓ સુધી પહોંચાડે છે. આ આશા બહેનોની કામગીરીને બિરદાવવા માટે કેશોદ ખાતે આશા સંમેલન યોજવામાં આવ્યું હતું. કેશોદ યોજાયેલા આશા સંમેલન નો પ્રારંભ મંચસ્થ મહાનુભાવો નાં હસ્તે દિપ પ્રાગટય કરી કરવામાં આવેલ હતો.આશા બહેનોને રસિકરણ, કુટુંબ કલ્યાણ, સરકારી યોજના, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર વગેરેમાં સારી કામગીરી કરનારને પ્રશસ્તિપત્ર તેમજ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આશા સંમેલન કાર્યક્રમ માં આશાવર્કર બહેનો દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું.કેશોદ ખાતે યોજાયેલા આશા સંમેલન માં કેશોદ પીએચસી સીએચસી અને કેશોદ તાલુકા અર્બન હેલ્થ સેન્ટર હેઠળ ફરજ બજાવતાં આશા ફેસિલેટર બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને મંચસ્થ મહાનુભાવો અને અધિકારીઓ દ્વારા કામગીરીને બિરદાવી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]