આર્થિકર્ભીંસથી કંટાળી બાવાજી યુવકે ઝેરના પારખા કર્યા - At This Time

આર્થિકર્ભીંસથી કંટાળી બાવાજી યુવકે ઝેરના પારખા કર્યા


હુડકો ચોકડી પાસે કેદારનાથ ગેઈટ પાસે ન્યુ સાગર-5માં રહેતાં ધવલગીરી કાન્તીગીરી ગૌસ્વામી (ઉ.વ.27) ગત રોજ માધાપરના ગેટ પાસે હતાં. ત્યારે સેલ્ફોસની ઝેરી ટીકરા ખાઈ આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં સીવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી ગયો હતો. અને આપઘાતનું કારણ જાણવા પરીવારની પુછપરછ હાથ ધરી હતી.
વધુમાં યુવક મકાઈ વેચવાલી રેકડી ચલાવતો હતો. અને થોડા સમયથી આર્થિકભીંસ આવી જતાં કંટાળીને પગલું ભર્યું હોવાનું પ્રાથમીક તારણ બહાર આવ્યું હતું. યુવક પાંચ ભાઈ બહેનમાં નાનો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.