પત્રકાર એકતા પરિષદ દ્વારા મહુવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું. - At This Time

પત્રકાર એકતા પરિષદ દ્વારા મહુવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું.


મહુવા પત્રકાર એકતા પરિષદ દ્વારા પ્રમુખ દિનેશ રાજ રાવલિયાની આગેવાનીમાં તાલુકા સેવા સદન ખાતે મહુવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી, કે સરકારશ્રીના વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પત્રકાર મિત્રો કવરેજ કરવા જતા હોય છે,ત્યારે તેને અટકાવવામાં આવે છે.અથવા તો તેની સાથે ગેરવર્તન કરવામાં આવે છે તેમજ ચાલતા ગોરખ ધંધા ને છુપાવવા માટે પત્રકારો પર હાથ ઉપાડી મારવાના પ્રયાસો પણ કરવામાં આવતા હોય છે તેવી તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર દ્વારા પત્રકારોને સહયોગ આપવામાં આવે તે માટે કર્મચારીઓ ને યોગ્ય સૂચના આપવામાં આવે તેમજ કવરેજ વેળાએ પત્રકાર મિત્રોને સહકાર આપે, તે માટે પત્રકાર એકતા પરિષદ મહુવા દ્વારા મહુવા પ્રાંત અધિકારી કુસુમબેન પ્રજાપતિને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી.

રીપોર્ટ.રમેશ.જીંજુવાડીયા-મહુવા
9484450944


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.