જાદર પોલીસ સ્ટેશન હદના ચોરીનાં અનડીટેક્ટ ગુન્હાનો ભેદ ઉકેલી ચોર ઇસમોને કિ.રૂ -૭૭.૭૦૦ /-નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી હિમતનગર ગ્રામ્ય પોલીસ - At This Time

જાદર પોલીસ સ્ટેશન હદના ચોરીનાં અનડીટેક્ટ ગુન્હાનો ભેદ ઉકેલી ચોર ઇસમોને કિ.રૂ -૭૭.૭૦૦ /-નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી હિમતનગર ગ્રામ્ય પોલીસ


જાદર પોલીસ સ્ટેશન હદના ચોરીનાં અનડીટેક્ટ ગુન્હાનો ભેદ ઉકેલી ચોર ઇસમોને કિ.રૂ -૭૭.૭૦૦ /-નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી હિમતનગર ગ્રામ્ય પોલીસ

પોલીસ મહાનિરિક્ષકશ્રી, અભય ચુડાસમા સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી સાબરકાંઠા વિશાલકુમાર વાઘેલા સાહેબનાઓએ ચોરીના અનડીટેક્ટ ગુન્હાઓ દિન પ્રતિદીન વધી રહેલ હોઇ જે શોધી કાઢવા સુચન કરેલ હોઇ તે અન્વયે શ્રી એ.કે.પટેલ, વિભાગીય પોલીસ અધિક્ષકશ્રી, હિમતનગર વિભાગ,હિમતનગર તથા સર્કલ પોલીસ ઇન્સ્પેકટરશ્રી હિમતનગર સર્કલના માર્ગદર્શન હેઠળ અનડીટેક્ટ ચોરીના ગુન્હા શોધી કાઢવા સતત જરૂરી માર્ગદર્શન આપેલ જે આધારે અમો પો. સબ. ઈન્સ, વાય.બી.બારોટ, અ.હે.કો ધર્મેન્દ્રસિંહ પદમસિંહ,આ.પો.કો ભાવેશસિંહ રામસિંહ, અપોકો રાકેશસિંહ જસવંતસિંહ આ.પો.કો કુલદિપકુમાર અજયભાઈ, અ.પો.કો.પંકજસિંહ રણજીતસિંહ તથા વું .પો.કો અલ્પાબેન અમૃતભાઈ વિગેરે પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના બનાવો ન બને તે સારૂ ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે એક વાદળી રંગની લોડીંગ રીક્ષા નંબર જી.જે.૦૨.એવી.૬૫૨૦ ની પાછળ ત્રણ સીઓ બેસી કઇંક શંકાસ્પદ ચીજવસ્તુ લઇને પાણપુર ગામથી પાણપુર પાટીયા બાજુ આવનાર છે. પાણપુર પાટીયા ખાતે રોડ ઉપર વોચમાં રહેલ તે દરમ્યાન પાણપુર ગામ બાજુથી ઉપરોક્ત બાતમી મુજબની લોડીંગ રીક્ષા આવતા જેને હાથનો ઇશારો કરી ઉભી રખાવાવા જણાવતા પરંતુ સદર રીક્ષા ચાલક ઉભો રહેલ નહી.અને રીક્ષા મહેતાપુરા બાજુ વાળી લઇ ભાગવા જતા અમો ખાનગી વાહનથી પીછો કરી પકડી પાડી સદરી રીક્ષા જોતા અતુલ કંપનીની લોડીંગ રીક્ષા જેનો નંબર જોતા જી.જે.૦૨.એવી.૬૫૨૦ જણાયેલ સદરીમાં રીક્ષામાં બેસેલ ત્રણ સ્ત્રીઓ તથા રિક્ષા ડ્રાઇવરને નીચે ઉતારી પૈકી સ્ત્રીઓનુ નામઠામ પુછતા પોતેપોતાનુ નામ (૧)સોનલબેન વિક્રમભાઇ વાદી ઉ.વ.૩૫ હાલ રહે.આર.ટી.ઓ.સર્કલ પાસે પંચાયતની સામે છાપરામાં સવગઢ હિમતનગર મુળ રહે.તલોદ ગામ, તળાવની પાસે છાપરામાં તા.તલોદ જી.સા.કા.(ર) આરતીબેન ઉમાભાઇ વાદી ઉ.વ.૨૩ હાલ રહે.આર.ટી.ઓ.સર્કલ પાછળ પાસે પંચાયતની સામે છાપરામાં સવગઢ હિમતનગર મુળ રહે.લહેરીપુરા તા.પોશીના જી.સા.કાનુ હોવાનુ જણાવેલ તથા (૩) જશોદાબેન મંગળદાસ પરમાર ઉ.વ.૩૫ હાલ રહે.આર.ટી.ઓ.સર્કલ પાસે પંચાયતની પાછળ છાપરામાં સવગઢ હિમતનગર મુળ રહે.આંતરસુમ્બા તા.કપડવંજ જી.ખેડાનુ હોવાનુ જણાવેલ તેમજ રીક્ષા ડ્રાઇવરનું (૪) માંગીલાલ લક્ષ્મણસિંહ દરોગા ઉ.વ.૩૫ હાલ રહે.આર.ટી.ઓ.સર્કલ પાસે પંચાયતની સામે છાપરામાં સવગઢ હિંમતનગર મુળ રહે.પાલી તા.પાલી જી.ઉદેપુર (રાજસ્થાન)નાં હોય સદરીની રીક્ષામાં પાછળની સાઇડે જોતા નીચેની વિગતે છે (૧) આશરે એક ફૂટના લોખંડના તુકડા નંગ-૩૫ જેનો વજન આશરે ૫૨.કિલોગ્રામ કિ.રૂ.૨૬૦૦/- (ર) આશરે ચાર ફૂટની લોખંડની ઇંગલો નંગ-૦૮ જેનો વજન આશરે ૫૬.કિલોગ્રામ કિ.રૂ.૨૮૦૦/-

(૩) આશરે એક ફૂટના ચોરસ આકારના લોખંડના પોલ નંગ-૦૪ જેનો વજન આશરે ૪ કિ.ગ્રામ કિ.રૂ.૨૦૦/-

(૪) એક સફેદ કલરના બોક્ષ ઉપર મંગલમ લખેલ બોક્ષમાં વેલ્ડીંગ રાંડના બોક્ષ નંગ-૦૭ કિ. રૂ.૨૧૦૦/- સદરી તમામ ઇસમોને રીક્ષામાં પડેલ મુદ્દામાલ બાબતે પુછતા કોઇ આધાર પુરાવો ન હોય સદર મુદ્દામાલ ક્યાથી લાવેલ હોવાનુ પુછતા સદરી ઇસમો ગલ્લા તલ્લા કરતા હોય અને સંતોષકારક જવાબ આપતા ન હોય સદરી ઈસમોને વિશ્વાસમાં લઇ પુછપરછ કરતા તેઓએ જણાવેલ કે સદર મુદ્દામાલ ગઇકાલ રાત્રીના સમયે ઇડર હાઇવે રોડ ઉપર ભેટાલી ગામની સીમમાં આવેલ ફાર્મની ખુલ્લી જગ્યાએથી અમોએ ચોરી કરી લાવી અમારા છાપરા નજીક અવાવરૂ જગ્યાએ મુકેલ હતો અને આજરોજ અમારી ઉપરોક્ત રીક્ષામાં લોખંડનો સામાન ભરી વેચાણ સારૂ નિકળલ હતા,તેમજ સદર ચોરી થયેલ મુદ્દામાલ વાળી જગ્યા જાદર પોલીસ સ્ટેશનની હદની હોય જે અંગે તપાસ કરતા સદર મુદ્દામાલ અંગે જાદર પોલીસ સ્ટેશન ૧૧૨૦૯૦૨૪૨૩૦૪૩૩/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુન્હો ગઇ તા.૨૦/૦૭/૨૦૨૩ ના રોજ દાખલ થયેલ હોઇ જેથી ઉપરોકત મુદ્દામાલ કિ.રૂ- ૭૭૦૦/- તેમજ રીક્ષાની કિ.રૂ.૭૦ ૦૦૦/- ની કુલ મળી કિ.રૂ.૭૭,૭૦૦/-નો તમામ મુદ્દામાલ ગુન્હાના કામે તપાસ અર્થે

આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.