નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા:સાબરકાંઠામાં 29 કેન્દ્રો પર 7958 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, 210 વિધાર્થીઓ ગેરહાજર રહ્યા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/2jlzpgzuquy8dzj1/" left="-10"]

નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા:સાબરકાંઠામાં 29 કેન્દ્રો પર 7958 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, 210 વિધાર્થીઓ ગેરહાજર રહ્યા


સાબરકાંઠા જિલ્લાના 8 તાલુકા મથકે 29 કેન્દ્રો પર આજે ધો 8 ના 7958 વિધાર્થીઓએ નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા 2024 આપી હતી.

આ અંગેની વિગત એવી છે કે,ધો 8 માં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે રવિવારે સાબરકાંઠા જિલ્લાના આઠ તાલુકા મથકે આવેલ 29 કેન્દ્રો પર નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ

અંગે સાબરકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી મિતાબેન ગઢવીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ધો-8ના વિધાર્થીઓ માટે નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષાનું આઠ તાલુકામાં 29 કેન્દ્રો પર 278 બ્લોકમાં સવારે 10.30 કલાકે પ્રારંભ થયો છે. ત્રણ કલાકમાં બૌદ્ધિક યોગ્યતા કસોટી અને શૈક્ષણિક યોગ્યતા કસોટીના 180 પ્રશ્નો 180 ગુણના છે. જે બપોરે 1.30 કલાકે પૂર્ણ થશે.

આ પરીક્ષામાં હિંમતનગરમાં 6, ઇડરમાં 5, ખેડબ્રહ્મામાં 3, પોશીનામાં 3, પ્રાંતિજમાં 3, તલોદમાં 4, વડાલીમાં 2 અને વિજયનગરમાં 3 કેન્દ્રો પર 8168 વિધાર્થીઓમાંથી 7958 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે 210 વિધાર્થીઓ ગેરહાજર રહ્યા છે. આઠ તાલુકાના 29 કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે યોજાયેલ પરીક્ષામાં વિધાર્થીઓને કેન્દ્રમાં સવારે 10 વાગે પ્રવેશ આપવામાં આવ્યા બાદ પરીક્ષા પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]