જસદણ-આટકોટ ફોરલેન રોડ પર બાવળોનું જંગલ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/23kqoie203rzmtpn/" left="-10"]

જસદણ-આટકોટ ફોરલેન રોડ પર બાવળોનું જંગલ


જસદણ-આટકોટ ફોરલેન રોડ પર બાવળોનું જંગલ
જસદણ-આટકોટ ફોરલેન રોડ બન્યા બાદ જવાબદાર તંત્ર દ્વારા આજદિન સુધીમાં રોડને નડતરરૂપ બાવળો હટાવવા સહિતની કામગીરી કરવામાં આવી ન હોવાથી હાલ આ રોડ ઉપર ઠેરઠેર ગાંડા બાવળોનું જંગલ ફૂટી નીકળ્યું છે. છતાં જવાબદાર તંત્ર કુંભકર્ણની મીઠી નિંદ્રામાં ઘોરી રહ્યું હોવાથી વાહનચાલકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. જો આ ગાંડા બાવળોનું તુરંત કટીંગ કરવામાં નહી આવે તો ગોઝારો અકસ્માત થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. છતાં માર્ગ મકાન વિભાગ પંચાયત તંત્રના જવાબદારોને આ ઝાડી ઝાંખરાના જંગલની કંઈ ખબર જ ન હોય તેવું લાગી રહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]