ગુજરાતમાં પાંચ મહિના બાદ સૌથી વધુ ૨૩ દર્દીઓ વેન્ટિલેટર પર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/23-corona-patients-on-ventilator/" left="-10"]

ગુજરાતમાં પાંચ મહિના બાદ સૌથી વધુ ૨૩ દર્દીઓ વેન્ટિલેટર પર


અમદાવાદ,ગુરુવારગુજરાતમાં છેલ્લા
૨૪ કલાકમાં કોરોનાના ૮૭૧ નવા કેસ નોંધાયા છે. આમ, બુધવારની સરખામણીએ નવા કેસમાં ઘટાડો
નોંધાયો છે. જોકે, એક જ દિવસમાં વેન્ટિલેટરના દર્દીઓની સંખ્યા ૧૯ વધીને હવે ૨૩ થઇ ગઇ
છે. ગુજરાતમાં હાલ
૬૨૪૬ એક્ટિવ કેસ છે જ્યારે ૨૩ દર્દીઓ વેન્ટિલેટર પર છે. બુધવારે વેન્ટિલેટર પરના દર્દીઓની
સંખ્યા માત્ર ચાર હતી. હાલ અમદાવાદમાં સૌથી વધુ ૨૧૨૫, વડોદરામાં ૮૯૧, સુરતમાં ૫૪૫ સાથે
સૌથી વધુ દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. ગુજરાતમાં ૨૩ દર્દીઓ વેન્ટિલેટર પર હોય તેવું
૨૭ ફેબુ્રઆરી બાદ પ્રથમવાર બન્યું છે. ભાવનગર શહેરમાં કોરોનાથી એક મૃત્યુ થયું હતું.
આ સાથે જ રાજ્યમાં કોરોનાથી કુલ સત્તાવાર મરણાંક હવે ૧૦૯૭૨ છે.

છેલ્લા ૨૪ કલાકમાં
અમદાવાદ શહેરમાંથી૨૮૧-ગ્રામ્યમાંથી ૭ સાથે સૌથી વધુ ૨૮૮ નવા કેસ સામે આવ્યા હતા.રાજ્યમાંથી
અન્યત્ર વડોદરામાં ૮૫, રાજકોટમાં ૭૩, સુરતમાં ૭૨,ગાંધીનગરમાં ૬૪, મહેસાણામાં ૪૪, અમરેલીમાં
૨૯, કચ્છમાં ૨૭, બનાસકાંઠામાં ૨૧,નવસારી-પાટણમાં ૧૮, આણંદમાં ૧૬, મોરબી-વલસાડમાં ૧૩,
જામનગરમાં ૧૨, અરવલ્લી-પોરબંદર-સાબરકાંઠા-ભાવનગરમાં ૧૦, સુરેન્દ્રનગરમાં ૮, ભરૃચ-ખેડામાં
૭, પંચમહાલમાં ૫, દેવભૂમિ દ્વારકા-ગીર સોમનાથમાં ૪, દાહોદ-જુનાગઢમાં બે નવા કેસ સામે
આવ્યા હતા. છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૩૧ દર્દી સાજા થયા છે અને રીક્વરી રેટ ૯૮.૬૩ ટકા છે.  


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]