સુરત જિલ્લાના મહુવા અને સિટીના લિંબાયતમાં 1.5 ઇંચ વરસાદ

સુરત જિલ્લાના મહુવા અને સિટીના લિંબાયતમાં 1.5 ઇંચ વરસાદ


- વરાછા-બી
ઝોનમાં 1
ઇંચ સાથે તમામ ઝોનમાં મોટા ઝાપટા : કામરેજ અને પલસાણાંમાં
પોણો ઇંચ         સુરતચોમાસાની
ઋતુના બીજા રાઉન્ડમાં મેઘરાજા ધીમીધારે વરસતા આજે દિવસના મહુવામાં દોઢ ઇંચ સહિત
તમામ તાલુકા અને સુરત શહેરમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. સિટીમાં
લિંબાયતમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો.ફલંડ કંટ્રોલના
પ્રવકતાના જણાવ્યા મુજબ હવામાન વિભાગની હળવાથી ભારે વરસાદની આગાહી વચ્ચે આજે
જિલ્લામાં સર્વત્ર ઓછા વધતા પ્રમાણમાં મેઘ મહેર જોવા મળી હતી. સૌથી વધુ વરસાદ
મહુવા તાલુકામાં 1.5 ઇંચ, કામરેજ, પલસાણામાં 0.75
 ઇંચ, બારડોલીમાં
અડધો ઇંચ તેમજ અન્ય તાલુકામાં ઝરમર ઝરમર વરસાદ નોંધાયો હતો. આ વરસાદની સાથે જ  મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૃ થયો છે. અને છેલ્લા
ઘણા દિવસોથી ગરમીનું પ્રમાણ વધતા આજે ઠંડક પ્રસરતા રાહત અનુભવાઇ હતી.

જ્યારે
સુરત શહેરમાં આજે આખો દિવસ મિશ્ર હવામાન નોંધાયુ હતુ. કયારેક ધોમધખતો તાપ પડતો
હતો. તો કયારેક વાતાવરણ બદલાઇને વાદળીયુ નોંધાતુ હતુ. આવા વાતાવરણ વચ્ચે મેઘરાજાની
પણ આવન જાવન ચાલુ રહી હતી. જેમાં લિંબાયતમાં 1.5 ઇંચ, વરાછા બીમાં 1 ઇંચ, અઠવામાં પોણો ઇંચ તેમજ અન્ય ઝોનમાં છુટોછવાયો
વરસાદ નોંધાયો હતો. આવન જાવન વચ્ચે આજે સુરત શહેરનું તાપમાન 31.4 ડિગ્રી, લઘુતમ તાપમાન 27.4
ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 76 ટકા,
હવાનું દબાણ 1001.1 મિલીબાર અને પશ્રિમ
દિશામાંથી કલાકના ચાર કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »