ભચાઉ સરકારી હોસ્પિટલ મધ્યે આયુષમાન ભવ : અંતર્ગત હેલ્થ મેળો યોજાયો. - At This Time

ભચાઉ સરકારી હોસ્પિટલ મધ્યે આયુષમાન ભવ : અંતર્ગત હેલ્થ મેળો યોજાયો.


આયુષમાન ભવ : અંતર્ગત ભચાઉ સરકારી હોસ્પિટલ મધ્યે આજ રોજ ૫ ઓક્ટોમ્બરે હેલ્થ મેળો યોજવામાં આવ્યો. જેમાં ફ્રી સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ, આયુષમાન કાર્ડ કેમ્પ, આભા કાર્ડ કેમ્પ, આરોગ્ય યોજનાઓ નું જન જાગૃતિ અર્થે પ્રદર્શન યોજવામાં આવેલ.
કેમ્પ નો પ્રારંભ દીપ પ્રાગટય થી કચ્છ જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી જનકસીહ જાડેજા, તાલુકા ભા.જ.પા.પ્રમુખ શ્રી વાઘજી ભાઈ છાંગા, તાલુકા હેલ્થ ઓફિસર ડો.નારાયણ સીહ, અધિક્ષક ડો.કે.કુમાર એ કરેલ.

કેમ્પ માં જી.કે.જી.એચ. ભુજ થી વિવિધ રોગ ના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્રારા સેવાઓ આપવામાં આવેલ.જેમાં ૩૩૭ દર્દીઓ લાભ લીધેલ.આયુષમાન કાર્ડ , આભા કાર્ડ કેમ્પ ગોઠવવામાં આવેલ અને ટી.બી.એક્સરે વાન દ્રારા શંકાસ્પદ ટી.બી. ના દર્દીઓ નો ફ્રી માં એક્સરે કરી આપવામાં આવેલ. પ્રમુખ શ્રી ના હસ્તે આયુષમાન કાર્ડ વિતરણ , ટી.બી. ના જરૂરિયાત દર્દી ને પોષણ કીટ વિતરણ કરાયેલ.
કેમ્પ નું સમગ્ર સંચાલન ક્લાર્ક નિલેશભાઈ માધાણી એ કરેલ. કેમ્પ માં તાલુકા હેલ્થ સુપરવાઈઝર દિપક દરજી , ચેતનાબેન જોષી, તેજસ રાઠોડ , પ્રેમ પંડ્યા અને સી.એચ.સી.ભચાઉ અને તાલુકા હેલ્થ ઓફીસ ભચાઉ ના સ્ટાફે જહેમત ઉઠાવેલ.


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.