માળીયા હાટીના તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા બલરામ જયંતિ ઉજવાઇ - At This Time

માળીયા હાટીના તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા બલરામ જયંતિ ઉજવાઇ


આજે શ્રીકૃષ્ણના મોટા ભાઈ બલરામની જયંતિ છે. આ પર્વ કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ દિવસે કિસાનો ઉપવાસ કરે છે. ભગવાન બલરામ હલ અને ખલને શસ્ત્ર સ્વરૂપમાં ધારણ કરતા હતાં, જેના કારણે તેમને હલધર પણ કહેવામાં આવે છે. તેથી કિસાનો આ દિવસે પૂજા કરતા હોય છે

માળીયા હાટીના તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા કિસાનોના આરાધ્ય દેવ ભગવાન બલરામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. માળીયા હાટીના નેવરિયાબાપા ના મંદિર ખાતે પ્રમુખ જે.કે.કાગડા, રાજેશભાઇ ભાલોડિયા, જોગીદાસભાઈ સીસોદીયા, દોલુભાઈ સીસોદીયા , ડી.કે. સીસોદીયા, મહેશ ભાઈ ધકેલ, ચાપરાજભાઈ સીસોદીયા, ઠારણભાઇ સીસોદીયા, હરસુર ભાઈ, પ્રતાપ ભાઈ સીસોદીયા, વજુભાઇ સિસોદિયા સહિતના ખેડૂતોએ ભગવાન બલરામની નેવરિયા બાપાના મંદિર ખાતે ખાતે પૂજા અર્ચના કરી બલરામ જયંતિ ઉજવણી કરી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.