મોરબીમાં જિલ્લાના હળવદ તાલુકાના ચકચારી બળાત્કાર બનાવમાં થયેલ આરોપીઓની રેગ્યુલર જામીન અરજી મંજુર - At This Time

મોરબીમાં જિલ્લાના હળવદ તાલુકાના ચકચારી બળાત્કાર બનાવમાં થયેલ આરોપીઓની રેગ્યુલર જામીન અરજી મંજુર


મોરબીમાં જિલ્લાના હળવદ તાલુકાના ચકચારી બળાત્કાર બનાવમાં થયેલ આરોપીઓની રેગ્યુલર જામીન અરજી મંજુર

હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સહિતા કલમ 376(2)(n) 506 વિગેરે હેઠળ ફરીયાદ નોધાયેલ હતી આ બનાવમા આરોપી સુરેશભાઇ @ ચકો ગોરધનભાઈ ચાવડા વિરુદ્ધ ફરિયાદ થયેલ હતી. ભારતીય દંડ સહિતા કલમ 376(2)(n) 506 વિગેરે હેઠળ જે બનાવ અંગે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમા આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ નોધાયેલ હોય આરોપી તરફે મોરબી જિલ્લા ના જાણીતા ધારાશાસ્ત્રી પિયુષ એ માકાસણા રોકાયેલ હતા. અને તેમાં ધારદાર દલીલ કરેલ હોય અને જણાવેલ કે આરોપીઓએ આવો કોઈ ગુન્હો કરેલ નથી કે આવા કોઈ ગુન્હો અંગે જાણતા નથી તેમ છતાં ખોટી રીતે સંડોવી દીધેલ છે. આ બનાવમાં આરોપી સીધી કે આડકતરી રીતે કોઈ ભાગ ભજવેલ નથી તેમજ હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્યાને લઈ આરોપીને રેગ્યુલર જામીન અરજી મંજુર કરવા દલીલ કરેલ હતી અને આરોપીને શરતી જામીન પર છોડવાનો હકમ કરેલ છે.આરોપી તરફે મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી પિયુષ એ માકાસણા રોકાયેલ હતાં.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.