આઝાદી ના અમૃત મહોત્સવ નિમિતે માંગરોળ તાલુકા ની ભવ્ય તિરંગા યાત્રા દ્વારા નગર માં આજ રોજ ભવ્ય દેશભક્તિ પૂર્ણ માહોલ જામ્યો હતો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/1q6jrqnuxvru9qrk/" left="-10"]

આઝાદી ના અમૃત મહોત્સવ નિમિતે માંગરોળ તાલુકા ની ભવ્ય તિરંગા યાત્રા દ્વારા નગર માં આજ રોજ ભવ્ય દેશભક્તિ પૂર્ણ માહોલ જામ્યો હતો


આજ રોજ ટાવર ગ્રાઉન્ડ પર થી ડીજે ના તાલે દેશભક્તિ ના જોશ સાથે ઉમંગ થી તિરંગા યાત્રા નો પ્રારંભ કરવા માં આવેલો ત્યાર બાદ લીમડા ચોક થી બંદર શહીદ સ્મારક થઈ બઇ ના રસ્તે મકતુપુર અને ત્યાંથી વેરાવળ બાયપાસ થઈ લીમડા ચોક અને ત્યાંથી સેક્રેટરી આંબેડકર જી ના સ્ટચ્યું ને પુષ્પહાર કરી ભારત માતા પૂજન અને ભારત માતા ની આરતી કરવા માં આવેલી

યાત્રા માં નગર ના લગભગ તમામ સંગઠનો સંસ્થાઓ આગેવાનો સામાજિક કાર્યકર્તાઓ નગર સેવકો ગૌ રક્ષકો ગ્રામ્ય વિસ્તાર માંથી યુવાનો સરપંચ શ્રીઓ જોડાયેલા

આ તકે જૂનાગઢ સાંસદ રાજેશભાઇ ચુડાસમા વિશેષ ઉપસ્થિત રહી તિરંગા યાત્રા માં જોડાયેલા યુવાનો નો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યુ હતુ કે મજબૂત દેશ ના શક્તિશાળી તિરંગા ની આન બાન અને શાન માં વધારો કરીએ અને દેશ ની રક્ષા કરીએ.

યાત્રા ને સફળ બનાવવા માં શહેર ભાજપા નગર ના વિવિધ સંગઠનો એ જહેમત ઉઠાવેલી રસ્તા પર અનેક સ્થાનો પર લોકો એ સ્વયંભૂ યાત્રિકો પર પુષ્પ વૃષ્ટિ કરી અને ઉત્સાહ વધાર્યો હતો યાત્રા પથ પર ભારત માતા કી જય અને વંદેમાતરમ ના જય ઘોસ થી વાતાવરણ માં દેવહભક્તિ નો રંગ જામ્યો હતો

સુદીપ ગઢિયા
9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]