રાણપુર ખાતે આયોજિત મેળામાં કિશોરીઓને મહિલાલક્ષી યોજનાઓ વિશે માહિતી તથા માર્ગદર્શન અપાયું - At This Time

રાણપુર ખાતે આયોજિત મેળામાં કિશોરીઓને મહિલાલક્ષી યોજનાઓ વિશે માહિતી તથા માર્ગદર્શન અપાયું


રાણપુર ખાતે આયોજિત મેળામાં કિશોરીઓને મહિલાલક્ષી યોજનાઓ વિશે માહિતી તથા માર્ગદર્શન અપાયું

રાણપુરમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તક આઈ.સી.ડી.એસ શાખાના ઉપક્રમે પૂર્ણા યોજના હેઠળ “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળા”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં કિશોરીઓને મહાનુભાવો દ્વારા વિવિધ મહિલાલક્ષી યોજનાઓ વિશે માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ સ્થળ પર કિશોરીઓને સરકારની વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપતા સ્ટોલ પણ પ્રદર્શિત કરાયા હતા. કાર્યક્રમમાં આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કિશોરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.