વડોદરાના ડભોઇમાં ફિઝિયોથેરાપીસ્ટે પરિણીતાની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો - પોલીસે કરી અટકાયત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/0zhd4kbp4xsmlgys/" left="-10"]

વડોદરાના ડભોઇમાં ફિઝિયોથેરાપીસ્ટે પરિણીતાની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો – પોલીસે કરી અટકાયત


રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ

વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે શ્રી બાલાજી ફિઝીયોથેરાપીસ્ટ નામના ક્લિનિક ચલાવતા ડોક્ટરે પરિણીતા સાથે દુષ્ક્રર્મ આચર્યું હોવાની ફરીયાદ પરિણીતાએ ડભોઇ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. લોકો ડોક્ટર ને ઈશ્વર ગણે છે. ત્યારે આવા કૃત્યો કરનારા ડોક્ટરોએ સમાજમાં ભારે ઠેસ પહોંચાડી રહ્યા છે .જેથી ડભોઇ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

પરણીતા એ ડભોઇ પોલીસ મથકમાં ડોક્ટર શિવાંગ મોદી વિરુદ્ધ ફરિયાદમાં નોંધાવી છે કે ડભોઇમાં શ્રી બાલાજી ફિઝિયોથેરાપી નામના ક્લિનિક ચલાવતા ડો. શિવાંગ મધુસુદન મોદી જેઓ ડભોઇમાં અંબિકાનગર સોસાયટીમાં પરિવાર સાથે રહી પોતાનું જીવન ગુજારે છે આ ડો. શિવાંગ મોદી 01-12-2021થી 30-5-023 દરમિયાન ડભોઇમાં રહેતા લકવાગ્રસ્ત દર્દીના ઘરે સારવાર અર્થે ઘરે આવતા હતા અને ત્યારે ભોળપણતાનો લાભ લઈ મારી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદમાં વધું માં જણાવ્યું હતું કે, ડો. શિવાંગ મોદીએ મહિલા સાથે અવારનવાર દુષ્કર્મ આચરતા મહિલા ગર્ભવતી બની ગઇ હતી. મહિલા ગર્ભવતી બન્યા બાદ ડોક્ટરે મહિલાના પેટમાં રહેલા ગર્ભનો નાશ કરવા માટે ગર્ભનિરોધક ગોળીઓ આપી હતી. દરમિયાન ડોક્ટરે મહિલાને આ બાબતની કોઇને જાણ ન કરવા કે પોલીસ ફરિયાદ ન કરવા માટે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
જાણવા મળતી માહિતી મુજબ ડભોઇમાં ચકચાર જગાવી મુકનાર આ બનાવમાં ડભોઇ પોલીસે હવસખોર ડો. શિવાંગ મોદીની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. ડોક્ટરની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.આવા હવસખોર ડોક્ટર ના કૃત્ય થી સમગ્ર ડભોઇ પંથકમાં ચકચાર મચી ગઈ હતી.
છેલ્લા દોઢ વર્ષથી લકવાગ્રસ્ત દર્દીના ઘરે સારવાર આપવા જતાં હતાં ત્યારે આ લંપટ ડો. શિવાંગ મોદીની આંખ લકવાગ્રસ્ત દર્દીની યુવાન પરિણીતા સાથે મળી ગઇ હતી. ડોક્ટરે મહિલાને લગ્ન કરવાની તેમજ લકવાગ્રસ્ત પતિની સારવાર અને બાળકોની દેખભાળ કરવાની લાલચ મહિલા ગર્ભવતી બની ગઇ હતી. ડોક્ટરે મહિલાની મજબૂરીનો લાભ ઉઠાવી દુષ્કર્મ આચરતો હતો. ડો. શિવાંગે લકવાગ્રસ્ત દર્દીની 30 વર્ષીય પત્નીને લગ્ન કરવાની લાલચ આપીને દુષ્કર્મ આચરતો હતો. આ ઉપરાંત લકવાગ્રસ્ત પતિની સારવાર અને બાળકોની પણ સંભાળ રાખવાની લાલચ આપી મહિલા સાથે દુષ્કર્મ આચરતો હતો.
આમ, લગ્નની લાલચ આપીને તેમજ પતિની સારવાર કરવાની સાથે બાળકોની દેખભાળ રાખવાની લાલચ આપીને દોઢ વર્ષના સમયગાળા દરમિયાન અવારનવાર દુષ્કર્મ આચરનાર ડો. શિવાંગ મોદી સામે પિડીત મહિલાએ ડભોઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગેની તપાસ કરી રહેલા IUCAW પી. આઇ. આર.એન. રાઠવાએ જણાવ્યું હતું કે, ડભોઇના ફિઝીયોથેરાપીસ્ટ ડો. શિવાંગ મોદી સામે મહિલાએ નોંધાવેલી ફરિયાદના આધારે તપાસ ચાલી રહી છે.

9428428127


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]