ઓવરટેકની લ્હાયમાં સામે આવતા બુલેટને જોરદાર ટક્કર મારી, ચાલક હવામાં ફંગોળાઇને 7 ફૂટ દૂર પટકાયો - At This Time

ઓવરટેકની લ્હાયમાં સામે આવતા બુલેટને જોરદાર ટક્કર મારી, ચાલક હવામાં ફંગોળાઇને 7 ફૂટ દૂર પટકાયો


રાજકોટમાં વધુ એક વખત સિટીબસ ચાલકની ઘોર બેદરકારી સામે આવી છે. શહેરના આનંદ બંગલા ચોક નજીક પૂરપાટ ઝડપે જતી સિટી બસે રિક્ષાને ઓવરટેક કરતા સમયે સામેથી આવતા બુલેટ ચાલકને અડફેટે લીધો હતો. જેમાં બુલેટ ચાલક ફૂટબોલની જેમ ફંગોળાઇને રોડ પર પટાકાયો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બુલેટ ચાલકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવીમાં જોવા મળે છે કે, બસની ટક્કરથી બુલેટચાલક ફૂટબોલની જેમ હવામાં ફંગોળાઈને 7 ફૂટ દૂર રોડ પર પકટાઇ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.