રાજકોટ શહેર મહાનગરપાલિકા જાહેર જનતા જોગ. - At This Time

રાજકોટ શહેર મહાનગરપાલિકા જાહેર જનતા જોગ.


રાજકોટ શહેર તા.૧૬/૬/૨૦૨૨ ના રોજ છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં એક સ્લાઈડ વાઈરલ થઇ રહી છે. જેમાં ધોરણ-૧૦ અને ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનાં વાલીઓ જોગ એક સંદેશ લખેલ છે કે “માનનીય પ્રધાનમત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્કોલરશીપ યોજના જાહેર કરી છે. જેનું નામ અબ્દુલકલામ અને વાજપેયી યોજના છે. જેના ફોર્મ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી મળશે. આ સ્લાઈડનાં પગલે લોકો રાજકોટ મહાનગરપાલિકા ખાતે માહિતી મેળવવા આવી રહ્યા છે. પરંતુ રાજકોટ મહાનગરપાલિકા ખાતે આ સ્કોલરશીપ અંગેના ફોર્મનું વિતરણ કરવામાં આવતું નથી. જેની જાહેર જનતાએ નોંધ લેવી.

રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.