24મી ઓગસ્ટે બરવાળાનો તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/0kr44tx9pbepzfze/" left="-10"]

24મી ઓગસ્ટે બરવાળાનો તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે


20 ઓગસ્ટ સુધી પ્રશ્નો માટેની અરજી સ્વીકારાશે

વર્ષ 2022ના ઓગસ્ટ મહિનાનો બોટાદ જિલ્લાના બરવાળાનો તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. 24/08/2022ના બુધવારના રોજ સવારે 11:00 કલાકે મામલતદાર કચેરી, બરવાળાના મિટિંગ હોલ ખાતે યોજાશે.

આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, તથા કોર્ટ મેટરની બાબતો સિવાયની અરજી તથા ગ્રામ સ્વાગત અને તાલુકા સ્વાગતમાં અનિર્ણીત હોય કે જે જિલ્લા કક્ષાઓએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નો હોય તે અરજદાર રૂબરૂ આધાર-પુરાવા સાથે રજૂઆત કરી શકશે. આવા પ્રશ્નો માટેની અરજી તા. 20/08/2022 સુધીમાં રજાના દિવસો સિવાય સવારના 11:00 કલાકથી સાંજના 6:00 કલાક સુધી સ્વીકારવામાં આવશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા મામલતદારશ્રી, બરવાળાની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]