ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થી પર પૂર્વ પત્ની સહિત ચારનો હુમલો - At This Time

ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થી પર પૂર્વ પત્ની સહિત ચારનો હુમલો


રાજકોટ, તા.20
પુત્રને મળવા આવેલા વાપીના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થી રોહિત પટેલ પર પૂર્વ પત્ની સહિત ચાર શખ્સો લએ લાકડીથી હુમલો કરી હાથ પગ ભાંગી નખ્યાં હતા. જે અંગે એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી. ફરિયાદી રોહીત સુરેશભાઈ આસોદરીયા (ઉ.વ -31) ધંધો (રહે. કીલા પારડી ઉંમરસાડી , કર્મભુમી ડ્રીમ સીટી, વાપી, મુળ હરીધવા રોડ રાજકોટ)એ જણાવ્યું હતું કે હું ટુર્સ એન્ડ ટ્રાવેર્લ્સનું કામ કરું છું
મારા લગ્ન આઠ વર્ષ પહેલા બિંદુ વજેસીંગભાઇ ચાવડા સાથે થયેલ હતા અને સંતાનમાં 6 વર્ષનો એક પુત્ર છે. અને છેલ્લા અગીયાર મહીનાથી મારે મારી પત્ની સાથે છુટાછેડા થઇ ગયેલ છે ગત તા.19 ના સાંજના સાડા સાત વાગ્યાની આસપાસ મારી સાથે પાયલ ઋષીકેશભાઇ મહેતા અને તેની બહેનપણી શીવાનીની બાઇકમાં સવાર થઈ મહીલા પોલીસ સ્ટેશનથી નીકળી પાયલબેનના ઘરે જતા હતા ત્યારે ટાગોર રોડ ઉપર અતુલ મોટર્સ મારૂતી સુઝુકીના શો રૂમ પાસે પહોચતા બાઇકમાં ઘસી આવેલી મારી પૂર્વ પત્ની બિંદુ વજેશીંગભાઇ ચાવડા અને યસ બાઇકને આંતરી મારી પૂર્વ પત્નીએ મને કહેલ કે તુ ઉભો રે તારો બાપ આવે છે
કહેતાં થોડીવારમાં ભકતીનગર સ્ટેશન પ્લોટ સર્કલ તરફથી હીરેન ગોહીલ (રહે , માથાપર ચોકડી પાસે)અને અજાણ્યા શખ્સસાથે લાકડી લઇ ઘસી આવીને ઝઘડો કરી બેફામ માર મારવા લાગેલ હતો. અને તેની પૂર્વ પત્ની અને યસે પણ ગાળો આપી હુમલો કરી ધમકી આપી નાશી છૂટ્યા હતાં.યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની સિવિલ હોસ્પિટલમાં સારવાર ખસેડેલ હતો. બનાવ અંગેની ફરિયાદ પરથી એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ ટી ડી ચુડાસમા અને ટીમે વધુ તપાસ હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.