બોટાદ: રાઇફલ શુટીંગની તાલીમને અનુલક્ષીને બોટાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું - At This Time

બોટાદ: રાઇફલ શુટીંગની તાલીમને અનુલક્ષીને બોટાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું


બોટાદ: રાઇફલ શુટીંગની તાલીમને અનુલક્ષીને બોટાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

બોટાદ જિલ્લામાં જિલ્લા પોલીસ હેડ કવાર્ટર ખાતે સુરક્ષા સેતુ સોસાયટી બોટાદ જિલ્લાના ઉપક્રમે મહિલા શકિતકરણના ભાગરૂપે મહિલાઓને ૦.૨૨ રાઇફલ શુટીંગની તાલીમ આપવા તા.૧૪,૧૫/૦૩/૨૦૨૩ ના દિવસો દરમ્યાન ફાયરીંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મુકેશ પરમારે સબબ જાનમાલની સલામતી ખાતર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(ફ) થી મળેલ સત્તાની રૂએ બોટાદ ખાતે ખસ રોડ પર આવેલા બોટાદ જિલ્લા પોલીસ હસ્તકના સ.નં.૯૮૯ પૈકી ૧ માં પરેડ ગ્રાઉન્ડ આવેલ તે સ્થળ તથા તેની પેરી ફેરીથી આજુબાજુના ૧૦૦ મીટર સુધીના વિસ્તારમાં તા.૧૬/૦૩/૨૦૨૩ સુધી કોઇ વ્યક્તિએ જવુ નહીં તેમજ માલ-ઢોરોને સદરહું વિસ્તારમાં ચરાવવા કે લઇ જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

જાહેરનામાનો અમલ તથા તેનો ભંગ બદલ પગલા લેવા માટે ફરજ પરના કોઇપણ હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના અધિકારીને અધિકાર રહેશે. આ જાહેરનામાનો ભંગ કર્યેથી આ અધિનિયમની કલમ-૧૩૧ મુજબ સજા થશે.

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.