સ્ટીવ જોબ્સની દીકરીએ IPhone 14 સિરીઝની ઉડાવી મજાક, ઈન્સ્ટા પર શેર કર્યા મીમ્સ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f%e0%ab%80%e0%aa%b5-%e0%aa%9c%e0%ab%8b%e0%aa%ac%e0%ab%8d%e0%aa%b8%e0%aa%a8%e0%ab%80-%e0%aa%a6%e0%ab%80%e0%aa%95%e0%aa%b0%e0%ab%80%e0%aa%8f-iphone-14-%e0%aa%b8%e0%aa%bf/" left="-10"]

સ્ટીવ જોબ્સની દીકરીએ IPhone 14 સિરીઝની ઉડાવી મજાક, ઈન્સ્ટા પર શેર કર્યા મીમ્સ


Appleએ બુધવારે તેની ફાર આઉટ ઇવેન્ટમાં iPhone 14 સિરીઝ લૉન્ચ કરી, જે અંતર્ગત iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro અને iPhone 14 Pro Max લૉન્ચ કરવામાં આવ્યા છે. આ સિવાય આ ઈવેન્ટમાં નવા એરપોડ્સ અને સ્માર્ટ વોચ પણ લોન્ચ કરવામાં આવ્યા છે. નવા પ્રોસેસર, 48-મેગાપિક્સલ કેમેરા અને ડાયનેમિક આઈલેન્ડ નોચ સિવાય iPhone 14 સીરીઝમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

Appleના ફાઉન્ડર સ્ટીવ જોબ્સની દીકરી ઈવ જોબ્સે iPhone 14 સિરીઝના લોન્ચની મજાક ઉડાવી છે. ઈવ જોબ્સે ઈન્સ્ટાગ્રામ પર એક મીમ પણ શેર કર્યો છે. મીમ્સમાં, તે જોઈ શકાય છે કે વ્યક્તિ તે જ પ્રકારનું નવું શર્ટ ખરીદે છે જે તેણે પહેલેથી પહેર્યું છે. મીમ્સમાં કેપ્શન છે, "હું iPhone 13 થી iPhone 14 માં અપગ્રેડ કરી રહ્યો છું." જણાવી દઈએ કે, iPhone 13 અને iPhone 14ની ડિઝાઇનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

Infinixએ iPhone 14ના લોન્ચિંગને લઈને એક ટ્વિટ પણ કર્યું છે, જેમાં લખ્યું છે, ''Kyun ji, dekh liya kal event? Ab chalo zameen pe aa jao aur chup chap Infinix ka smartphone lelo!


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]