વડોદરા અહીં મળશે પંચતત્વની ગણેશજીની મૂર્તિ, અશોક બાબા પરિવાર સંસ્થા બનાવે છે ખાસ મૂર્તિ - At This Time

વડોદરા અહીં મળશે પંચતત્વની ગણેશજીની મૂર્તિ, અશોક બાબા પરિવાર સંસ્થા બનાવે છે ખાસ મૂર્તિ


ગણેશ ચતુર્થીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. માટીમાં પંચામૃત ભેળવીને ગાયના ગોબરથી બનાવવામાં આવી રહેલી ગણેશજીની મૂર્તિ આ વર્ષે ખાસ બજારમાં મૂકવામાં આવી છે. હવે ધીરે ધીરે લોકોમાં જાગૃતિ આવી અને પંચતત્વથી બનેલી ગણેશજીની મૂર્તિની માંગ વધી છે.વડોદરા ગણેશ ચતુર્થીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ઠેર ઠેર ગણેશ ઉત્સવની જોરશોરથી તૈયારી થતી જોવા મળે છે. ત્યારે ગણેશની મૂર્તિઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેમાં ખાસ કરીને આપણે બજારમાં માટીના અને પી.ઓ.પીની ગણેશ મૂર્તિ જોઈ છે. પરંતુ માટીમાં પંચામૃત ભેળવીને ગાયના ગોબરથી બનાવવામાં આવી રહેલી ગણેશજીની મૂર્તિ આ વર્ષે ખાસ બજારમાં મૂકવામાં આવી છે.પંચતત્વની ગણેશજીની પ્રતિમાં છેલ્લા ચાર-પાંચ વર્ષથી પંચતત્વ વાળી ગણેશજીની મૂર્તિ બજારમાં મુકાઈ ગઈ હતી. પરંતુ આ વિશેની જાગૃતિ લોકોમાં ન હોવાથી ખાસ કોઈ આ મૂર્તિને ખરીદતું ન હતું. પરંતુ હવે ધીરે ધીરે લોકોમાં જાગૃતિ આવી અને પંચતત્વથી બનેલી ગણેશજીની મૂર્તિની માંગ વધી છે. અશોકબાબા પરિવાર સંસ્થા દ્વારા છેલ્લા 5 વર્ષથી સેવાના ભાવે અલગ પ્રકારના ગણેશજી બનાવામાં આવી રહ્યા છે. એમની ગૌશાળામાં આવેલી ગાયોના મળમૂત્ર, દૂધ, છાણ, દહી, ઘી, ખાતર આ પાંચ તત્વોને ભેગા કરી પંચતત્વની ગણેશજીની પ્રતિમાંં તૈયાર કરવામાં આવી છે.આ સંસ્થાનો એ જ ઉદ્દેશ છે કે, જે ગાયોને કતલખાને મોકલવામાં આવે છે, એ બચે અને તેઓ આ મૂર્તિઓનું વેચાણ કરી, આવેલ ફંડથી ગાયોને ઘાસ ખવડાવવામાં મદદરૂપ બનશે. આ સંસ્થા દ્વારા આ વર્ષે 150 થી 200 જેટલી મૂર્તિઓ બનાવવામાં આવી છે. લોકોની જેમ જેમ માંગ વધશે એ પ્રમાણે મૂર્તિઓ બનાવવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.