પાટણમાં બાગાયત ખાતાની યોજનાઓનો લાભ લેવા આઇ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/%e0%aa%aa%e0%aa%be%e0%aa%9f%e0%aa%a3%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%ac%e0%aa%be%e0%aa%97%e0%aa%be%e0%aa%af%e0%aa%a4-%e0%aa%96%e0%aa%be%e0%aa%a4%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%af%e0%ab%8b/" left="-10"]

પાટણમાં બાગાયત ખાતાની યોજનાઓનો લાભ લેવા આઇ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરો


પાટણમાં બાગાયત ખાતાની યોજનાઓનો લાભ લેવા આઇ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરો પાટણ જિલ્લાના તમામ પ્રકારના ખેડુતોને જણાવાયું છે કે, ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩ માટે સરકારશ્રી દ્વારા નવી બાગાયતી યોજનાઓ "કોમ્પ્રિહેન્સિવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ" એચ.આર.ટી. -2 તથા 4 મંજુર થયેલ છે. સદર યોજના હેઠળ રાજ્યના ખેડૂતો આઈ. - ખેડૂત પોર્ટલ તા. 12/09/2022 થી તા. 31/12/2022 સુધી ઓનલાઇન અરજી મેળવવા ikhedite.portal ખુલ્લુ મુકવામાં આવ્યું છે. પાટણ જિલ્લાના તમામ પ્રકારના ખેડૂતોને ઉક્ત ઘટકમાં લાભ લેવા ikhedite.portal પર ઓનલાઇન અરજી કરી તેની પ્રિન્ટ કાઢી નિયત જગ્યાએ અરજી કરનારની સહી / અંગુઠો કરી જરૂરી સાધનિક કાગળો તેની પાછળ બિડાણ કરી નિયત સમયમાં કચેરીના કામકાજના દિવસે નાયબ બાગાયત નિયામકશ્રી ની કચેરી, રૂમ નંબર - 335 -336, ત્રીજો માળ, તિરૂપતિ માર્કેટ, બગવાડા દરવાજા પાટણ ખાતે સત્વરે જમા કરવા જણાવવામાં આવે છે. અને જિલ્લામાં આ યોજનામાં લક્ષયાંક મુજબ સરકારશ્રીના નિયમાનુસાર લાભ આપવામાં આવશે. પાટણ જીલ્લા માં તમામ પ્રકાર ના ખેડૂતો ને બાગાયત ખાતાની યોજનાઓનો લાભ લેવા આઇ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]