અમરેલી તાલુકાના નાના ભંડારીયા ગામથી બનાવટી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ કરતી અમરેલી એસ.ઓ.જી.ટીમ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zyq5q4i7c9yo8cp0/" left="-10"]

અમરેલી તાલુકાના નાના ભંડારીયા ગામથી બનાવટી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ કરતી અમરેલી એસ.ઓ.જી.ટીમ


અમરેલી તાલુકાના નાના ભંડારીયા ગામથી બનાવટી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ કરતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂા.૧,૧૫,૧૦૦ / - ની કિંમતની બનાવટી ભારતીય ચલણી નોટો પકડી પાડી બનાવટી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ કરતી અમરેલી એસ.ઓ.જી.ટીમ .

શ્રી ગૌતમ પરમાર સાહેબ , પોલીસ મહાનિરીક્ષકથી ભાવનગર વિભાગ , ભાવનગરનાંઓ દ્વારા સમગ્ર ભાવનગર રેન્જમાં બનતા ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર ભારતીય બનાવટી ચલણી નોટો પકડી પાડવા જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય , જેગ અનુસંધાને અમરેલી પોલીસ અધિજ્ઞશ્રી હિમ્મર ચિંઠ સાહેબ , નાંઓ દ્વારા નોટબંધી બાદ ચલણમાં આવેલ નવી ભારતીય ચલણી નોટો અંગે હજુ સામાન્ય પ્રજા પુરતી માહિતગાર ન હોય અને અસલી તથા નકલી નોટો વચ્ચેનો ભેદ સહેલાઇથી પારખી શકાય તેમ ન હોય તેનો ફાયદો ઉઠાવી કેટલાક ઇસમો અસલ ભારતીય ચલણી નોટોની કલર ઝેરોક્ષ કરી તેની આબેહુબ કલર કોપી કરી બનાવટી ભારતીય ચલણી નોટો બનાવી તેને બજારમાં ફરતી કરી ભારત દેશના અર્થતંત્રને ગંભીર નુકશાન કરતાં અને આવી ગેરકાયદેસર બનાવટી ચલણી નોટોની પ્રવૃતિ કરતા ઈસમો ઉપર ગુપ્તરાહે વોચ રાખવા અને આવા આરોપીઓ અંગે માહિતી મેળવી , તેઓને જેલ હવાલે કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય , જે અન્વયે એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.જી.દેસાઇ , તથા એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એચ.જી.મારૂ , તથા એસ.ઓ.જી.ટીમ , એ.ટી.એસ.ચાર્ટર લગત અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા . તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે , “ ભકિત ધામ ” નાના ભંડારીયા , ગામમાં રહેતા અમિત વિનુભાઇ માધડ , તથા તેની સાથે અન્ય બે ઈસમો “ ભકિત ધામ ” નાના ભંડારીયાવાળાઓ “ ભકિત ધામ “ નાના ભંડારીયા ગામ તરફ જતા રોડ ઉપર અંબાજી માતાજીનાં મંદિર આગળ ભારતીય ચલણની બનાવટી નોટો લઇ બજારમાં વટાવવાનાં ઈરાદે કે , ચોરીનો મુદ્દામાલ કે , અન્ય શંકાસ્પદ ચીજ વસ્તુ લઇને ઉભા છે . અને તે આજરોજ કોઇ ગુન્હો કરવાની પેરવીમાં હોય , જે અનુસંઘાને બાતમીવાળી જગ્યાને કોર્ડન કરી રેઇડ કરતા ભારતીય ચલણની બનાવટી નોટો સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડેલ છે .

પકડાયેલ આરોપી :
( ૧ ) અમિત વિનુભાઇ માધડ ઉ.વ. - ૨૧ , ધંધો - પ્રા.નોકરી , રહે . ભકિતધામ - ભંડારીયા , તા.જિ.અમરેલી .
( ૨ ) કાયદાનાં સંધર્ષમાં આવેલ બાળ - કિશોર .
( ૩ ) ધર્મેશભાઇ દાનાભાઇ રાઠોડ , ઉવ -૨૩ . ધંધો - હીરાધસવાનો , રહે.સાળવા , આંબલીયારોડ , દલીતવાસ , તા.ખાંભા , જિ.અમરેલી હાલ રહે.સુરત , કતારગામ , શ્યામ મારબલની બાજુમાં , તીવારી શેઠનાં હીરાનાં કારખાનામાં તા.જિ.સુરત ,

પકડાયેલ આરોપી પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલ :
પકડાયેલ આરોપીઓ પાસેથી ભારતીય બનાવટી ચલણી રૂપિયા -૨૦૦ નાં દરની નોટો નંગ -૮૩ , જેની કિમંત રૂપિયા -૧૬,૬૦૦ / - તથા રૂપિયા ૫૦૦ ના દરની બનાવટી ચલણી નોટો નંગ -૧૯૭ , જેની કિમંત રૂપિયા ૯૮,૫૦૦ / - કુલ નોટ નંગ -૨૮૦ મળી કુલ કિં.રૂ .૧,૧૫,૧૦૦ / - તથા ત્રણેય ઈસમો પાસેથી મળી આવેલ એન્ડ્રોઇડ / કી - પેઇડ મોબાઇલ ફોન નંગ -૩ , કિ.રૂા .૧૮,૦૦૦ / - મળી કુલ કિ.રૂા .૧,૩૩,૧૦૦ / -ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ અને પકડાયેલ ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી , ગુન્હો દાખલ કરાવી આરોપીને વધુ તપાસ અર્થે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે .

મજકુર પકડાયેલ આરોપીઓએ ક્યાંથી બનાવટી ચલણી નોટો મેળવેલ હતી :
આ કામે પકડાયેલ આરોપીની પુછપરછ દરમિયાન ચોંકાવનારી હકિકત સામે આવેલ છે . મજકુર ઈસમ અમીતે ઈન્સ્ટાગ્રામનો આઇ.ડી .123 fakecurrency માં રીલ્સ જોઇ તેનો સંપર્ક કરી ઈન્સ્ટાગ્રામ દ્વારા મેસેજ કરી રૂપિયા ૨ લાખની બનાવર્ટી ચલણી નોટો મંગાવેલ જેનાં વળતરમાં રૂપિયા ૫૦ હજારની ઓરીજનલ ચલણી નોટો આપી કુરીયર દ્વારા મેળવી સદરહું ૫૦ હજાર રૂપિયા સામાવાળાને COD ( case on delivery ) કરવામાં આવેલ હતી .

પકડાયેલ આરોપીનો હેતુ :
મજકુર પકડાયેલ ત્રણેય ઈસમોએ આર્થિક ફાયદા માટે ભારતીય બનાવટી ચલણી નોટનો ખરાં તરીકે ઉપયોગ કરી ભારતીય અર્થતંત્રને ગંભીર નૂકશાન પહોંચાડવા માટેનો તથા પોતાનો સામાન્ય ઇરાદો બર લાવવા એક બીજાએ મદદગારી કરી તેમજ પોતાના અંગત લાભ માટે કાવતરૂ રચવામાં આવેલ હતુ .

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષશ્રી હિમસિંહ સાહેબ , નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ અમરેલી એસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેક્ટરથી એસ.જી.દેસાઇ , તથા એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્ત્રી એચ.જી.મારૂ , તથા એ.એસસ.આઈ. નાજભાઈ પોપટ , યુવરાજસિંહ સરવૈયા , તથા હેડ કોન્સ . સંજયભાઇ પથ્થાર , ગોબરભાઈ લાપા , મનિષદાન ગઢવી , જીતેન્દ્ર મહેતા , તથા પો.કોન્સ . , જનકભાઇ કુવાડીયા દ્વારા કરવામાં આવેલ છે .
9537666006


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]