મદદના બહાને એટીએમમાં કળા કરતી ટોળકી સામે વધુ એક ફરિયાદ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zxzst1mlec5uepz0/" left="-10"]

મદદના બહાને એટીએમમાં કળા કરતી ટોળકી સામે વધુ એક ફરિયાદ


જેલમાં રહેલી ટોળકીએ યુપીના શ્રમિક સાથે 1.12 લાખની ઠગાઇ કરી હતી

ATM કાર્ડ બદલાવી રૂપિયા ઉપાડી લેતી બિહારની ત્રિપુટી ફરી સક્રિય બની

લાવો તમને મદદ કરું તેમ કહી એટીએમ કાર્ડ બદલાવી ખાતામાંથી રૂપિયા ઉપાડી લેતી બિહારની ત્રિપુટીને એક મહિના પૂર્વે પોલીસે ઝડપી લીધા બાદ આ ટોળકી સામે વધુ એક ફરિયાદ નોંધાઇ છે. મૂળ ઉત્તરપ્રદેશના અને રાજકોટમાં મજૂરીકામ કરતા અશોક શ્રીરામસ્વરૂપ જાટવ નામના યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ, તે ગત તા.29-8ના રોજ એસબીઆઇ બેંકની જીમખાના બ્રાંચમાં આવેલા એટીએમ પર રૂ.40 હજાર જમા કરાવવા ગયો હતો. ત્યારે મશીનમાં રૂ.39 હજાર જ જમા થયા હતા. એક હજાર રૂપિયા જમા થતા ન હોય આ સમયે બાજુમાં ઊભેલા શખ્સે તમારું એટીએમ કાર્ડ આપો હું તમને રૂપિયા જમા કરી આપુ.

જેથી મેં તેને એટીએમ કાર્ડ અને રૂ.1 હજાર આપ્યા હતા. બાદમાં શખ્સે ATMના પાસવર્ડ માગતાં નંબર આપ્યા હતા. છતાં રૂપિયા જમા નહીં થતા તે શખ્સે કાર્ડ અને રૂપિયા બંને પરત આપ્યા હતા. રૂપિયા જમા ન થતા પોતે ઘરે આવી ગયો હતો. ત્યાર બાદ બપોરના સમયે મોબાઇલ પર પૈસા ઉપાડ્યાના મેસેજ આવ્યા હતા. પૈસા ઉપાડ્યાના મેસેજ આવતા સાળાને વાત કરી હતી. સાળાએ એટીએમ જોવા માગતાં કાર્ડ અન્ય કોઇના નામનું જોવા મળ્યું હતું.

જેથી પોતે બેંક પર જઇ તપાસ કરતા પોતાના ખાતામાંથી કટકે કટકે રૂ.40 હજાર તેમજ એટીએમ સ્વાઇપ કરી બે તબક્કે રૂ.72,150ના ઘરેણાંની ખરીદી કરાઇ હોવાનું જાણવા મળ્યું હતું. આમ પોતાની સાથે રૂ.1,12,150ની છેતરપિંડી થઇ હતી. ત્યાર બાદ પોતે વતનથી પરત આવ્યો ત્યારે આ પ્રકારે છેતરપિંડી કરતી ટોળકી પકડાયાનું અને તે ટોળકીએ પોતાની સાથે કરેલી છેતરપિંડીની કબૂલાત આપી હોય એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. જેને પગલે પોલીસે જેલમાં રહેલી ટોળકીનો કબજો લેવા તજવીજ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]