માત્ર 15 દિવસમાં મનપાએ પકડ્યા 459 રખડતા ઢોર - At This Time

માત્ર 15 દિવસમાં મનપાએ પકડ્યા 459 રખડતા ઢોર


શહેરના મધ્યથી શરૂ કરીને નવા ભળેલા વિસ્તારો સુધી ચારેકોર કાર્યવાહી

ઢોર માલિકોએ હવે રાત્રે મનપાના વાહનોથી દૂર રહીને પણ ચાલુ રાખી રેકી

રાજકોટ મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટી પર અસામાજિક તત્ત્વોએ જલદ સ્પ્રેથી હુમલો કરીને કામગીરી અટકાવવાની ઘટના બાદ મનપાએ પહેલા કરતા પણ વધુ ગતિએ ઢોર પકડવાનું ચાલુ કરી દીધું છે અને 22 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર દરમિયાન જ 459 ઢોર પકડી પાડ્યા છે જે સામાન્ય કરતા બમણી સંખ્યા છે. મનપાની એએનસીડી શાખાના જણાવ્યા અનુસાર કોઠારિયા ગામ, કોઠારિયા સોલવન્ટ તેમજ કોઠારિયાના નવા વિસ્તારો જેવા કે સ્વાતિ પાર્ક અને શ્યામ પાર્કમાંથી 48 પશુ પકડાયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.