સાજન ટ્રસ્ટ દ્વારા મહિલા દિવસની સંગીતમય, નૃત્યમય ઉજવણી ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી સાજન ટ્રસ્ટ દ્વારા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન થયું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/8ce3w6fanueanvi2/" left="-10"]

સાજન ટ્રસ્ટ દ્વારા મહિલા દિવસની સંગીતમય, નૃત્યમય ઉજવણી ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી સાજન ટ્રસ્ટ દ્વારા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન થયું


સાજન ટ્રસ્ટ દ્વારા મહિલા દિવસની સંગીતમય, નૃત્યમય ઉજવણી

ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી સાજન ટ્રસ્ટ દ્વારા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન થયું

રાજકોટ ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી સાજન ટ્રસ્ટ, રાજકોટના ઉપક્રમે 8 માર્ચ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ નિમિત્તે મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન થયું હતું. “વિશ્વ મહિલા દિન”ના ઉપક્રમે ભારતીય કલા અને સંસ્કૃતિમાં મુખ્ય સ્થાન ધરાવતી શાસ્ત્રીય સંગીત કલાનું ગુજરાતના નિવડેલા અને યુવા મહિલા કલાકારો દ્વારા ગાયન અને વાદનની થકી પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં રાજકોટ શહેરનાં મેયર શ્રીમતિ નયનાબેન પેઢડીયા દ્વારા દીપ પ્રાગટ્ય કરી મહિલા દિવસની સંગીતમય, નૃત્યમય ઉજવણીની જ્યોત પ્રજ્વલિત કરી હતી. નયનાબેને પોતાના વક્તવ્યમાં મહિલા સશક્તિકરણ વિષે વાત કરતા જણાવ્યું હતું કે દરેક મહિલાની સફળતા પાછળ પુરુષનો પણ હાથ હોય છે. તેમણે કહ્યું હતું કે, “પારિવારિક ભાવના જો સાચવવી હોય તો સ્ત્રીને પુરુષના સમોવડી બનવાની જરૂર નથી. પુરુષ સ્ત્રીને સાથ આપે છે ત્યારે જ એ પોતાના કાર્યો કરવા ઘરની બહાર નીકળી શકે છે. સ્ત્રી એના વિચાર અને વાણીથી શોભે છે.” કાર્યક્રમમાં શ્રી અર્જુનલાલ હિરાણી પર્ફોમીંગ આર્ટસ કોલેજ, રાજકોટના પ્રિન્સીપાલ ડો. ભારતીબેન રાઠોડ, કથ્થક નૃત્ય વિદ્યા માટે ગૌરવ પુરસ્કૃત પલ્લવીબેન વ્યાસ, અભિનેત્રી, નિર્માત્રી, બી-ન્યુઝ તબલાના મૃણાલિનીબેન ભટ્ટ, સાજન ટ્રસ્ટના ટ્રસ્ટી નિતાબેન ટાંક, શિક્ષક, યોગ અને નેચરોપથીનાં ચિકિત્સક, NCC ગોલ્ડ મેડાલીસ્ટ માધવીબેન પાઠક અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
ગણેશ વંદનાથી શરુ થયેલો કાર્યક્રમ મહાશિવરાત્રિનાં પાવન પર્વે શંકર ભગવાનના ગાનથી પૂર્ણ થયો. રાજકોટથી કૌશર હાજીએ મીરાં પર ખુબ સુંદર પ્રસ્તુતિ કરી. સિતાર થકી યમન રાગની પ્રસ્તુતિ કરવામાં આવી અને અંત પીલુ રાગથી કરવામાં આવ્યું હતું. સમગ્ર ઓડીયન્સ સંગીતની સુરાવલીથી ઝૂમી ઉઠ્યો. પખાવજની થકી સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહના કલાસાધક ભરૂચથી જાનકીબેન મીઠાઈવાલા, રાજકોટથી કૌશર હાજી, દેવાંશીબેન દેવર્ષિ ભટ્ટ, અમદાવાદથી સિતાર વાદક પ્રસંશાબેન શાસ્ત્રી, રુચિતાબેન જામરિયા પોતાની ગાયન, વાદનની શાસ્ત્રીય કલાનું પ્રદર્શન કરી વાતાવરણ દિવ્ય બનાવશે. પરમ કથ્થક કેન્દ્ર ગ્રુપના સભ્યો પલ્લવીબેન વ્યાસ, તબલા વાદક ભાર્ગવભાઈ જાની, હાર્મોનિયમ વાદક ઋષિકેશભાઈ પંડયા, તબલા વાદક કૃણાલભાઈ વ્યાસ, હાર્મોનિયમ વાદક રાજેશભાઈ વ્યાસ, તાનપુરા વાદક પ્રિયંકાબેન શુકલ, સારંગી વાદક અર્પિતભાઈ માંડવીયા, તાનપુરા વાદક આરઝુ હાજી પોતાની કલાની સુંદર પ્રસ્તુતિ કરી હતી. કાર્યક્રમનું સુઘડ સંચાલન આકાશવાણી, સીટી ન્યુઝનાં ઉદ્ઘોષક ડો. પ્રેરણાબેન બુચ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની સફળતા માટે સાજન ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટી ચેતન ટાંક, ટ્રસ્ટી નિતાબેન ટાંક અને લાભુબેન રાઘવાણી તેમજ પ્રદિપ નિર્મળ, દર્પણ સોની, વિક્રમ ઠાકર, રાજવીર રાઠોડ, હર્ષિત ઢેબર, મોહિત કથ્રેચા, ઉર્વશી પાણખાણીયા, પુનમ ઠાકર, કામ્યા ગોપલાણી સહિતનાઓની ટીમ જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]