બોટાદ જિલ્લાની સ્ત્રી રોજગાર ઇચ્છુકો માટે સુવર્ણ તક : ૨૮ ડિસેમ્બરે બોટાદ જિલ્લા સેવા સદન ખાતે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ભરતી મેળો યોજાશે - At This Time

બોટાદ જિલ્લાની સ્ત્રી રોજગાર ઇચ્છુકો માટે સુવર્ણ તક : ૨૮ ડિસેમ્બરે બોટાદ જિલ્લા સેવા સદન ખાતે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ભરતી મેળો યોજાશે


રીયલ સ્પીનટેક્ષ પ્રા.લી– રાણપુર ખાતેના એકમ માટે સ્પીનીંગ હેલ્પર અને મશીન ઓપરેટરની જગ્યા માટે યોજાશે ભરતી મેળો

બોટાદ જિલ્લાની ફક્ત સ્ત્રી રોજગાર ઇચ્છુકોને રોજગારીનો અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર રીયલ સ્પીનટેક્ષ પ્રા.લી– રાણપુર ખાતેના એકમ માટે સ્પીનીંગ હેલ્પર અને મશીન ઓપરેટરની જગ્યા માટે ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા તેમજ શિક્ષિત અથવા અશિક્ષિત મહિલાઓ માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં ભાગ લેવા મહિલા રોજગાર ઇચ્છુકોએ, જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, બોટાદ ખાતે તા.૨૮/૧૨/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે.
અનુબંધમ વેબપોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદના કોલસેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક સાધવા ઇન્ચાર્જ જિલ્લા રોજગાર અધિકારી એમ.બી.પ્રજાપતિ (સા.), બોટાદ દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.