મુળી ના ગામોમાં કોલસાની ખાણો ધમધમી ઊઠી બેફામ રીતે ખનન વહન ચાલુ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zrl5hdyosecrkxgf/" left="-10"]

મુળી ના ગામોમાં કોલસાની ખાણો ધમધમી ઊઠી બેફામ રીતે ખનન વહન ચાલુ


*મુળી તાલુકાનાં ગામોમાં ફરી કોલસાની ખાણો ધમધમી ઊઠી*

*મામલતદાર ખાણ ખનીજ વિભાગ નો કોઈ ડર નથી ખનન વહન કરતાં તત્વો ને*

મુળી તાલુકાનાં ગામોમાં ફરી કોલસાની ખાણો ધમધમી ઊઠી છે ત્યારે ભેટ ગામે ૩૦ ખાણો તળાવ માં અને માલિકીની જમીનમાં ચાલુ છે સાથે સાથે ખાખરાળા વગડીયા દેવપરા પલાસા ઉમરડા માનપર અને ધોળીયા ગામે ૪૦૯ કોલસાની ખાણો રાત દિવસ ખનન વહન થ‌ઈ રહ્યું છે અને મોટાપ્રમાણમાં વિસ્ફોટ કરવાથી નજીક નાં ખેડૂતો અને પશુપાલકો અને મકાનોને તિરાડો પડી નુકસાન થયું છે ત્યારે ખનીજ માફીયાઓ ની દાદાગીરી સામે તંત્ર વામણું પુરવાર થયું છે તેઓ ને પોલીસ મામલતદાર ખાણ ખનીજ વિભાગ પ્રાંત અધિકારી કે કલેકટર ની કોઈ ધાક અંહી જોવા મળતી નથી હપ્તા સિસ્ટમ ને કારણે છૂટોદોર આ અસામાજિક તત્વો ને મળી રહે છે આ બાબતે મામલતદાર કચેરી મુળી નો સંપર્ક સાધતાં તેઓએ ગોળ ગોળ જવાબ આપ્યો હતો અને જણાવ્યું હતું કે આ બાબતે ખાણ ખનીજ વિભાગ સુરેન્દ્રનગર જ કહેશે માટે તેઓ નો સંપર્ક કરવો આ કોલસાની ખાણો માં દરવર્ષે ૬૦ મજુરોના મોત થાય છે પરંતુ એ મોત ને આકસ્મિક દર્શાવે છે અને કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે આ કોલસાનો કાળો કારોબાર બંધ કરવામાં આવે તેમ ગામજનો ઈચ્છી રહ્યા છે

*રામકુભાઈ કરપડા મુળી*
9825547085


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]