આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે 'કૃષિ મેળો-વ-કૃષિ પ્રદર્શન' યોજાયું - At This Time

આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ‘કૃષિ મેળો-વ-કૃષિ પ્રદર્શન’ યોજાયું


આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે 'કૃષિ મેળો-વ-કૃષિ પ્રદર્શન' યોજાયું, બાજરી, જૂવાર અને રાગિ જેવા પારંપરિક પાકોનુ વાવેતર કરવા આહ્વાન કરવામાં આવ્યુ

આણંદ કૃષિ યુનિવર્સિટીની બી.એ.કોલેજ ઓફ એગ્રિકલચરના ઓડીટોરિયમ હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમારના અધ્યક્ષસ્થાને અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં ‘કૃષિ મેળો-વ-કૃષિ પ્રદર્શન” નું આયોજન કરવામાં આવ્યું હતું.આણંદ જિલ્લા પંચાયત કચેરીની ખેતીવાડી શાખા દ્વારા એન.એફ.એસ.એમ. ન્યુટ્રીસીરીયલ યોજના અને રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના ક્રોપ ડાઈવર્સીફિકેશન પ્રોગ્રામ અંતર્ગત આ પ્રદર્શન આયોજિત કરાયું હતું.

આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ મિલેટસ વર્ષની ઉજવણીમાં ભારતના યોગદાન વિશે જણાવી પ્રત્યેક વ્યક્તિને ખોરાકમાં મિલેટ્સનો વધુમા વધુ ઉપયોગ કરવા આહવાન કર્યું હતુ. જાડાં ધાન્યના ઉપયોગથી આપણે આવનારી પેઢીઓને ઘણી બધી બિમારીઓથી બચાવી શકીએ છીએ તેમ જણાવી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક ખેતીના અભિયાનમાં સહભાગી બની સૌને પ્રાકૃતિક કૃષિ અપનાવવા સૂચન પણ કર્યુ હતું.

9409516488


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.