ઉમરાળા ખાતે કોંગ્રેસ ઉમેદવારનું ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્દઘાટન કરાયુ - At This Time

ઉમરાળા ખાતે કોંગ્રેસ ઉમેદવારનું ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્દઘાટન કરાયુ


ઉમરાળા ખાતે કૉંગ્રેસ ઉમેદવારનું ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયુ

ઉમરાળા ખાતે કોંગ્રેસ ઉમેદવાર જગદીશ ચાવડા ના વિધાનસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં ભાવનગર અને બોટાદ જિલ્લા કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રાજસ્થાન સરકારના ઊર્જા મંત્રી ભવરસિંહ ભાટી,ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રમેશભાઈ મેર,મેહુરભાઈ લવતુકા, ઝવેરભાઈ ભાલીયા,કરશનભાઈ વેગડ,ઉમરાળા તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરિચંદ્રસિંહ ગોહિલ સહિત કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે 106 ગઢડા વિધાનસભાના કોંગ્રેસ ઉમેદવાર જગદીશ ચાવડા અને મેહુરભાઈ લવતુકા દ્વારા ગામઠી ભાષામાં આક્રમક મૂડમાં મોંઘવારી, બેરોજગારી,ખેડૂતો,વંચિતો સહિતના પ્રશ્ને ભાજપ સરકાર અને નરેન્દ્ર મોદીને આડે હાથે લીધા હતા અને કોંગ્રેસ ઉમેદવાર જગદીશ ચાવડાને જંગી લીડ સાથે વિજય બનાવવા હાકલ કરવામાં આવી હતી અને કાર્યકરોને આજેજ કામે લાગી જવા સૂચન કરાયુ હતું

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા વલભીપુર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.