ડીસા કોલેજના યજમાન પદે યુનિવર્સિટી ક્રિકેટ ભાઈઓ- બહેનોની ટુર્નામેન્ટ થયો પ્રારંભ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/uxgobzoondacktoz/" left="-10"]

ડીસા કોલેજના યજમાન પદે યુનિવર્સિટી ક્રિકેટ ભાઈઓ- બહેનોની ટુર્નામેન્ટ થયો પ્રારંભ


ડીસા કોલેજમાં અનેક રમતોનું આયોજન થતું હોય છે. એમ આ વર્ષે પણ ડીસા કોલેજમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની આંતર કોલેજ ચેસ સ્પર્ધાનું આયોજન થયું ત્યારબાદ આજે યુનિવર્સીટીની આંતર કોલેજ ક્રિકેટ ભાઈઓ બહેનોની સ્પર્ધા ડીસા કોલેજના યજમાન પદે ટી.સી. ડી ગ્રાઉન્ડ ડીસા, જી ડી મોદી ગ્રાઉન્ડ પાલનપુર અને ડીસા સ્પોર્ટ્સ ક્લબમાં યોજાઈ રહી છે જેમાં ઉત્તર ગુજરાતની બનાસકાંઠા સાબરકાંઠ,પાટણ,મહેસાણા,અને અરવલ્લી જિલ્લાની ભાઈઓની 20 ટીમો અને બહેનોની 08 ટીમોએ ઉત્સાહપૂર્વ ભાગ લીધો છે.જેમાં આ ત્રણેય સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓએ ખૂબજ સહકાર આપેલ છે આ સ્પર્ધામાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ડીસા કોલેજનાટ્રસ્ટી શ્રીમતી શિવાનીબહેન પટેલ, વિનોદભાઈ પટેલ,રાહુલભાઇ માધવાણી,અને હરેશભાઈ રાવલ ,વિપુલભાઈ આલ તથા જુદી જુદી સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ હાજર રહી ખેલાડીઓને ક્રિકેટમાં સર્વોત્તમ દેખાવ કરવા માટે શુભકામનાઓ પાઠવીઆ સ્પર્ધા નું સફળ અને સુંદર આયોજન કોલેજના સ્પોર્ટસ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ ડૉ. આર ડી ચૌધરીએ કરેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]