*ઈદ એ મિલાદ નિમીતે હિઁમતનગર નાં મુસ્લિમ વિસ્તારો માં વિવિધ કાર્યકમો નુ આયોજન* - At This Time

*ઈદ એ મિલાદ નિમીતે હિઁમતનગર નાં મુસ્લિમ વિસ્તારો માં વિવિધ કાર્યકમો નુ આયોજન*


*ઈદ એ મિલાદ નિમીતે હિઁમતનગર નાં મુસ્લિમ વિસ્તારો માં વિવિધ કાર્યકમો નુ આયોજન*
સમગ્ર માનવ જાતને એક મેક ના પ્રેમ સાથે ભાઇચાર થી સાથે રેહવાનો સંદેશો આપનાર સમગ્ર મુસ્લિમ સમાજના ધર્મગુરુ એવા મોહંમદ પયગંબર સાહેબનો જન્મ દિવસ એટલે ઈદ એ મિલાદ તરીકે મનાવવામાં આવે છે ઇસ્લામિક ત્રીજા મહિના ની શરૂઆત નાં એક થી બાર દિવસ સુધી હિઁમતનગર શહેર નાં મુસ્લિમ વિસ્તારો ચાંદનગર હસનનગર હાજીપુરા. વોહરવાડ અશરફનગર કસ્બા માં મસ્જિદો દરગાહો દુકાનો અને પ્રાઇવેટ ઇમારતો ને રંગ બે રંગી લાઈટો થી સણગારવામાં આવ્યા હતા
ધર્મપ્રિય હિંમતનગર શહેરમાં ઈદ એ મિલાદ નાં પર્વ નિમિતે વાયેજ કુરાનખાની તથા નાત શરીફ જેવા પોગ્રમો કરી મોહમ્મદ પયગંબર સાહેબ નાં જીવન અંતર્ગત માહિતી પૂરી પાડવામાં આવે છે ઈદ એ મિલાદ નાં પર્વ ને હઝરત મોહમ્મદ પયગંબર સાહેબની સાદગી ભરી જીંદગી ને યાદ કરી આ પર્વ ઉજવવામાં આવે છે
ઇસ્લામિક ત્રીજા મહિના નાં બારમા દિવસે એટલે કે પયગંબર સાહેબ નાં જન્મ દિવસે મક્કા મદીના ની આબેહુબ કલાકૃતિ બનાવી મુસ્લિમ વિસ્તારો માં જુલુસ કાઢવામાં આવ્યું હતું હિંમતનગર એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ નાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મુસ્લિમ બિરાદરોએ શાંતિ પૂર્ણ વાતાવરણ માં ઈદ એ મિલાદ નાં પર્વ ની ઉજવણી કરી હતી

આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.